Home /News /sport /એડિલેડ ટેસ્ટમાં બુમરાહે ફેંક્યો સૌથી ઝડપી બોલ, સ્પીડ સાંભળી ઊભા થઈ જશે કાન!

એડિલેડ ટેસ્ટમાં બુમરાહે ફેંક્યો સૌથી ઝડપી બોલ, સ્પીડ સાંભળી ઊભા થઈ જશે કાન!

જસપ્રીત બુમરાહ (ફાઇલ ફોટો)

બુમરાહ પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: જસપ્રીત બુમરાહ જ્યારે ભારતમાં બોલિંગ કરે છે તો ત્યારે તેની સ્પીડ 142-143 કિમી પ્રતિ કલાકની આસપાસ રહે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા જતાં જ તેની સ્પીડ ઘણી વધી ગઈ છે. એડિલેટ ટેસ્ટમાં તેણે આમ તો સરેરાશ 142Kmphથી વધુની સ્પીડથી બોલિંગ કરી, પરંતુ આ દરમિયાન તેણે અનેકવાર 145Kmphથી ઉપરની સ્પીડે બોલ નાખ્યો.

    આ દરમિયાન તેણે એક બોલ તો 153.25Kmphની સ્પીડે નાખ્યો, જે આ મેચનો સૌથી ઝડપી બોલ છે. એડિલેડ ટેસ્ટમાં આટલી પેસ તો કોઈ ઓસ્ટ્રેલિયન બોલર પણ નથી મેળવી શક્યો. બુમરાહે આ બોલ 8મી ઓવરમાં માર્કસ હેરિસની વિરુદ્ધ ફેંક્યો.

    આ પણ વાંચો, જ્યારે પોતાના જ સાથીઓ પર વરસી પડ્યો હતો ગૌતમ ગંભીર

    ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહ પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Jasprit bumrah, Team india, Test, ક્રિકેટ, વિરાટ કોહલી

    विज्ञापन
    विज्ञापन