IND VS AUS: સિડની ટેસ્ટમાં કોરોનાનો ખતરો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો આવો પ્લાન

સિડનીના ઉત્તરી તટીય ક્ષેત્રોમાં હાલમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા પછી અહીં 23 ડિસેમ્બર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે

સિડનીના ઉત્તરી તટીય ક્ષેત્રોમાં હાલમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા પછી અહીં 23 ડિસેમ્બર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે

  • Share this:
    સિડની : સિડનીમાં (Sydney)કોરોના વાયરસનો (CoronaVirus) પ્રકોપ વધી ગયો છે. તેને જોતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ (સીએ) મેલબોર્નમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)વચ્ચેની બીજી અને ત્રીજી ટેસ્ટની યજમાની કરવા માટે મજબૂર થવું પડી શકે છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં (MCG) 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચની યજમાની કરશે. જ્યારે ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં (Sydney Cricket Ground)યોજાવાની છે. સિડનીના ઉત્તરી તટીય ક્ષેત્રોમાં હાલમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા પછી અહીં 23 ડિસેમ્બર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

    ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચ યોજાય તેવી સંભાવના છે. ભારતીય ટીમને યોજનામાં સંભવિત ફેરફાર વિશે જાણ કરવામાં આવી છે અને જલ્દી તેની સત્તાવાર પૃષ્ટિ થવાની આશા છે. બીસીસીઆઈને પણ સિડીનીની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે. સિડનીમાં કોવિડ-19ના 30 નવા કેસ સામે આવ્યા પછી હાલમાં કેટલાક કોમેન્ટેટર અને અન્ય સ્ટાફને ઘર મોકલવા મજબૂર થવું પડ્યું છે.

    આ પણ વાંચો - રોહિત શર્માએ નજીકથી જોયું હતું મોત, રવીન્દ્ર જાડેજા હતો કારણ, જાણો રસપ્રદ ખુલાસો

    સિડનીમાં ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી વચ્ચે રમાવાની છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં પરિસ્થિતિ ઘણી બદલી છે. સીએનું માનવું છે કે સિડનીમાં નવા વર્ષે ટેસ્ટની યજમાની કરવી સુરક્ષિત હોઈ શકે નહીં. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટમાં બીસીસીઆઈના એક અધિકારીના હવાલાથી લખ્યું છે કે સીએને લાગે છે કે આ પરિસ્થિતિઓમાં મેલબોર્ન એક સુરક્ષિત વિકલ્પ છે કારણ કે ખેલાડીઓ અને કર્મચારીઓની સુરક્ષા સર્વોચ્ચ છે. સીએ બીસીસીઆઇ સાથે નિયમિત સંપર્કમાં છે.

    સિડનીમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ડેવિડ વોર્નર અને સીન એબોટ શનિવારે સમય પહેલા જ મેલબોર્ન માટે રવાના થયા છે. સિડનીમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે વિક્ટોરિયા સિડનીથી આવનાર લોકો માટે સરહદ બંધ કરી શકે છે.
    Published by:Ashish Goyal
    First published: