નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમે ફેબ્રુઆરીમાં પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. આ પછી કોરોના વાયરસ મહામારીના કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલું શ્રેણી રદ કરી દીધી હતી. આ પછી ટીમ ઇન્ડિયા એકપણ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમ્યું નથી. આઈસીસી ટી-20 વર્લ્ડ કપ સ્થગિત થયા પછી આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યૂએઇમાં રમાઈ રહી છે. યૂએઈથી ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયા રવાના થશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે આખી શ્રેણી દરમિયાન બાયો સિક્યોર બબલમાં રહેશે. વન-ડે શ્રેણી સિડની અને કેનબરામાં રમાશે. જે ચાર ટેસ્ટની શ્રેણી પછી રમાશે.
આ પણ વાંચો - અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 65 લાખ રૂપિયાના તોડ કાંડમાં થયો નવો ખુલાસો
ભારતીય ટી-20 ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, દીપક ચાહર, વરુણ ચક્રવર્તી.
ભારતીય વન-ડે ટીમ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
ભારતીય ટેસ્ટ ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમાન વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, ઋષભ પંત. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાજ.
ભારત-ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ
3 ડિસેમ્બરથી - પ્રથમ ટેસ્ટ
11 ડિસેમ્બરથી- બીજી ટેસ્ટ
26 ડિસેમ્બરથી - ત્રીજી ટેસ્ટ
3 જાન્યુઆરીથી - ચોથી ટેસ્ટ
12 જાન્યુઆરી - પ્રથમ વન-ડે
15 જાન્યુઆરી બીજી વન-ડે
17 જાન્યુઆરી - ત્રીજી વન-ડે