Ind vs Aus 4th Test, Day 2: દિવસના અંતે ભારત 62/2, વરસાદને કારણે ટી બ્રેક પછી મેચ શરૂ ન થઈ

ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા.

Brisbane Test, India vs Australia Day 2 Live Cricket Score: પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા છે.

  • Share this:
    Ind vs Aus 4th Test, Day 2: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનના ગાબા મેદાનમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા હતા. બીજા દિવસે સવારમાં એક પછી એક વિકેટ પડતા ઑસ્ટ્રેલિયાની આખી ટીમ 369 રનમાં ઑલ આઉટ થઈ ગઈ હતી. દિવસના અંતે ભારતનો સ્કોર બે વિકેટ ગુમાવીને 62 રન હતો. વરસાદના વિઘ્નને કારણે ટી બ્રેક બાદ મેચ શરૂ થઈ શકી ન હતી.

    અપડેટ:

    >> વરસાદને કારણે ત્રીજું સેશન ધોવાયું છે. સ્ટમ્પ સુધી ભારતે બે વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે. રહાણે 2 અને પુજારા 8 ન બનાવીને રમી રહ્યા છે. વરસાદ તો અટકી ગયો હતો પરંતુ મેદાન વધારે ભીનું થઈ જવાને પગલે રમત ફરી શરૂ થઈ શકી ન હતી.

    >> શુભમન ગિલ પછી રોહિત શર્મા 44 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્માએ આક્રમત રમત રમતા 74 બોલમાં 6 છગ્ગાની મદદથી 44 રનનો સ્કોર બનાવ્યો હતો.

    >> સાતમી ઓવરના બીજા બોલમાં પેન્ટ કમિન્સે શુભમન ગિલને આઉટ કરીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. શુભમન સાત રન બનાવીને આઉટ થયો હતો. કમિન્સે શુભમનને સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

    >> ટી નટરાજને હેઝલવુડને બોલ્ડ કરીને ઑસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં 369 રનમાં ઑલ આઉટ કરી દીધું છે. હેઝલવુડે 11 રન બનાવ્યા હતા.

    >> વોશિંગટન સુંદરે 109મી ઓવરની બીજા બોલમાં લાથનને બોલ્ડ કર્યો હતો. આ સાથે જ તેણે યજમાન ઑસ્ટ્રેલિયાને 9નો ઝટકો આપ્યો હતો. લાયન 22 બોલમાં 24 રન બનાવી શક્યો હતો.

    >>  શાર્દુલ ઠાકુરે કમિન્સને LBW આઉટ કરીને ભારતને આઠમી સફળતા અપાવી હતી. કમિન્સ બે રન બનાવી શક્યો હતો.

    >>  અડધી સદી પૂરી કરતા જ ટિમ પેન ઠાકુરનો શિકાર બની ગયો હતો. ઠાકુરના બોલમાં બીજા સ્લિપ રોહિત શર્માએ કેચ કર્યો હતો. રોહિત શર્માએ ખૂબ જ શાનદાર કેચ પકડ્યો હતો. પેન અને ગ્રીનની જોડીને તોડવી ભારત માટે ખૂબ જરૂરી હતું.

    >>  બીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ટિમ પેન અને ગ્રીન ક્રીઝ પર હતા. બીજા દિવસે અટેકની શરૂઆત ટી નટરાજને કરી હતી. દિવસની પ્રથમ ઓવરમાં જ ગ્રીને બે ચોગ્ગા ફટકારી દીધા હતા.

    પ્રથમ દિવસે 274 રનનો સ્કોર:

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનના ગાબા મેદાનમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા છે. શનિવારે ભારતીય ટીમનું લક્ષ્ય ઝડપથી ઑસ્ટ્રેલિયન ટીમનો દાવ સમેટી લેવાનું રહેશે.

    ભારતીય ટીમ પાસે હાલ નવો બોલ છે. કેપ્ટન અજિંક્ય રહાણેને મોહમ્મદ સિરાજ, ટી નટરાજન અને શાર્દુલ ઠાકુર પાસેથી ઘણી આશા છે. પ્રથમ દિવસે ઘાયલ થયા બાદ ફાસ્ટ બોલર નવદીપ સૈની અંગે પણ કોઈ અપડેટ નથી આવ્યાં. સૈની બોલિંગ માટે ઉપલબ્ધ ન હોવાથી ટીમ ઇન્ડિયાએ ફક્ત ચાર બોલર સાથે કામ ચલાવવું પડશે.

    માર્નસ બાલુશેનની શાનદાર સદી:

    બ્રિસબેન ટેસ્ટના પ્રથમ દિવસે માર્નસ બાલુશેને શાનદાર સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની પાંચમી સદી હતી. તેણે 108 રન ફટકાર્યાં હતા. તે ઉપરાંત મૈથ્યૂ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ડેબ્યૂ કરનાર બોલર ટી નટરાજને બે વિકેટ જ્યારે વોશિંગટન સુંદરે એક વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે સલામી બેટ્સમેન ડેવિડ વોર્નરને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હાલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝ 1-1થી બરાબર છે. ઑસ્ટ્રેલિયન ટીમે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી જીતવા માટે કોઈ પણ હાલતમાં મેચ જીવતી પડશે, જ્યારે ભારતીય ટીમને ફક્ત ડ્રોની જરૂર છે.
    Published by:Vinod Zankhaliya
    First published: