India vs Australia: ત્રીજો દિવસ ઑસ્ટ્રેલિયાને નામે રહ્યો, 197 રનની લીડ મેળવી

India vs Australia: ત્રીજો દિવસ ઑસ્ટ્રેલિયાને નામે રહ્યો, 197 રનની લીડ મેળવી
મોહમ્મદ સિરાઝે બીજી ઇનિંગમાં ભારતને પ્રથમ સફળતા અપાવી (તસવીર: AP)

India vs Australia, 3rd Test: ત્રીજો દિવસ પૂર્ણ થતા ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં બે વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારત અને ઑસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી (Border-Gavaskar Trophy)ની ત્રીજી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground)માં રમવામાં આવી રહી છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થવા સુધી ઑસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગમાં બે વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે. માર્નસ લાબુશેન (47*) અને સ્ટીવ સ્મિથ (29*) રન બનાવીને મેદાનમાં છે. ભારતીય બોલર મોહમ્મદ સિરાઝે વિલ પુકોવસ્કી (10) અને રવિચંદ્રન અશ્વિને ડેવિડ વૉર્નર (13)ની વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ ભારત પર 197 રનની લીડ મેળવી છે.

    આ પહેલા ઑસ્ટ્રેલિયાના 338 રનના જવાબમાં ભારતીય ટીમ 244 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બેટ્સમેન શુભમન ગિલ (50) અને ચેતેશ્વર પૂજારાએ (50) અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત ઋષભ પંતે 36 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ત્રણ બેટ્સમેન રન આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાઝ આઉટ થનાર અંતિમ બેટ્સમેન હતો. રવીન્દ્ર જાડેજા 28 રન બનાવીને નૉટ આઉટ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે ચાર, જોશ હેઝલવુડે બે અને મિચેલ સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગના આધારે ઑસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી.



    આ પણ વાંચો:  બાઇક પર સાત લોકોને સવાર જોઈને પોલીસ અધિકારી હાથ જોડી ગયા!

    આ પહેલા સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારતની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 70 બોલમાં 22 રન બનાવીને કમિન્સનો શિકાર બન્યો હતો. જ્યારે હનુમા વિહારી 38 રન બનાવીને રન આઉટ થયો હતો. બ્રેક પછી રમતમાં ઉતરેલા ઋષભ પંતે ચેતેશ્વર પૂજારા સાથે 53 રનની ભાગીદારી કરી હતી. પંત 36 રન બનાવીને આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારા અડધી સદી બનાવ્યા બાદ કમિન્સનો શિકાર થઈ ગયો હતો. પૂજારાએ 176 બોલમાં 50 રન બનાવ્યા હતા.

    ઑસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગમાં સ્ટીવ સ્મિથને ડાયરેક્ટ થ્રો કરીને રન આઉટ કરીને ચર્ચામાં આવેલો રવીન્દ્ર જાડેજા હવે બીજા કારણે ચર્ચામાં આવ્યો છે. જાડેજાએ પહેલા રવિચંદ્રન અશ્વિન (10) અને બાદમાં જસપ્રીત બુમરાહ (0)ને રન આઉટ કરાવ્યો હતો. પ્રથમ મેચ રમી રહેલો નવદીપ સૈની કંઈ ખાસ કરી શક્યો ન હતો. તે ફક્ત ત્રણ રન બનાવીને મિચેલ સ્ટાર્કના બોલમાં આઉટ થઈ ગયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:January 09, 2021, 13:52 pm

    ટૉપ ન્યૂઝ