Home /News /sport /

પેઇન સતત સ્લેજિંગ કરી કરતો હતો પરેશાન, અશ્વિનના જવાબથી બોલતી થઈ ગઇ બંધ

પેઇન સતત સ્લેજિંગ કરી કરતો હતો પરેશાન, અશ્વિનના જવાબથી બોલતી થઈ ગઇ બંધ

પેઇન સતત સ્લેજિંગ કરી કરતો હતો પરેશાન, અશ્વિનના જવાબથી બોલતી થઈ ગઇ બંધ

વિકેટ ન પડતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રઘવાયા બન્યા હતા

  નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ટિમ પેઇન (Tim Paine)સોમવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં (SCG)ત્રીજા ટેસ્ટના અંતિમ દિવસે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે ત્રણ કેચ છોડ્યા હતા, જે ઓસ્ટ્રેલિયાની ટીમને મોંઘા પડ્યા હતા. ટીમ પેઇનની આ ભૂલથી અશ્વિન-હનુમાન ક્રિઝ પર જામી ગયા હતા અને ઓસ્ટ્રેલિયાના હાથમાંથી સિડની ટેસ્ટની જીત છીનવી લીધી હતી. ટીમ પેઇને ભારતીય બેટ્સમેનોની ઘણી  સ્લેજિંગ કરી હતી. આ સ્લેજિંગ દરમિયાન અશ્વિને (Ravichandran Ashwin)પેઈનને એવો સખત જવાબ આપ્યો કે તેની જોરદાર વાહવાહ થઈ હતી.

  407 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાના પાંચમાં દિવસની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ સેશનની શરૂઆતમાં ભારતે કેપ્ટન અજિંક્ય રહાણેની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંત અને પૂજારાએ મોરચો સંભાળ્યો હતો. પંતે (Rishabh Pant)118 બોલમાં 97 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. પંતે ઇનિંગ્સમાં 12 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. પૂજારાએ 205 બોલમાં 77 રનની ઇનિંગ્સ રમી હતી. પંત અને પૂજારાના આઉટ થયા પછી હનુમા વિહારી અને (Hanuma Vihari)અશ્વિને બાજી સંભાળી હતી.

  આ પણ વાંચો - IND Vs AUS: હવે પિચ સાથે ‘ચેડા’ કરતો જોવા મળ્યો સ્ટીવ સ્મિથ, જુઓ VIDEO

  અશ્વિન અને વિહારીએ ઇજા સાથે શાનદાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયન બોલરોએ પોતાના બોલથી ઇજા કરવાનો પ્રયત્ન કર્યો હતો તો પેઇને સ્લેજિંગ દ્વારા બેટ્સમેનોને પરેશાન કરવાનો દરેક પ્રયત્ન કર્યો હતો પણ સફળ રહ્યા ન હતા. વિકેટ ન પડતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રઘવાયા બન્યા હતા.  પેઇને અશ્વિનને સ્લેજિંગ કરતા કહ્યું હતું કે તે ભારતના ગાબામાં આવવાની રાહ જોઈ શકતા નથી. તેના પર અશ્વિને જવાબ આપતા પેઇનને કહ્યું હતું કે હું તારા ભારત આવવાની રાહ જોઈ શકતો નથી કારણ કે આ તારી અંતિમ શ્રેણી રહેશે. આ દરમિયાન પેઇન એમ પણ કહ્યું કે તમારી ટીમના સાથી પણ તને પસંદ કરતા નથી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: 3rd test, Hanuma vihari, IND vs AUS, R ashwin, Ravichandran ashwin, Rishabh pant, Tim Paine, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन