Home /News /sport /IND Vs AUS, 3rd Test: પોતાની જ જાળમાં ભારતીય ટીમ ફસાઈ? હવે ICC ભરી શકે છે આકરા પગલા
IND Vs AUS, 3rd Test: પોતાની જ જાળમાં ભારતીય ટીમ ફસાઈ? હવે ICC ભરી શકે છે આકરા પગલા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
India Vs Australia: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં 2-0થી આગળ છે પરંતુ ત્રીજી ટેસ્ટ અગાઉના ધાર્યા પરિણામ કરતા અલગ જોવા મળી રહી છે. ભારતીય ટીમ પોતાની જ બનાવેલી જાળમાં ફસાતું દેખાઈ રહ્યું છે. પીચના માપદંડ મામલે પણ ICC જરુરી પગલાં ભરી શકે છે.
India Vs Australia, 3rd Test at Indore: ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલા જ દિવસે ધરાશાયી થઈ ગઈ છે. ભારત આ સીરિઝમાં 2-0થી આગળ છે, પરંતુ ત્રીજી ટેસ્ટમાં ભારતની કંગાળ શરુઆત થઈ છે. આવામાં અહીં સવાલ પીચનો અને ભારત પોતાની જ જાળમાં ફસાયું હોવાનો ઉઠી રહ્યો છે. ભારતીય ટીમ પહેલા દિવસે માત્ર 109 રન બનાવીને તંબૂ ભેગી થઈ ગઈ હતી, જે બાદ ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસના અંત સુધીમાં 4 વિકેટ ગુમાવીને 156 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની ચારે વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી છે, નોંધનીય છે કે પહેલી બે ટેસ્ટમાં તે પ્લેયર ઓફ ધ મેચ રહીને ટીમનો હીરો સાબિત થયો હતો.
પોતાની જ જાળમાં ફસાઈ ભારતીય ટીમ!
બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયાની ટીમને તમામ ત્રણે ટેસ્ટમાં ટર્નિંગ ટ્રેક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમને આ પ્રકારની પીચ પર રમવાની આદત નથી. આ જ કારણ છે કે ભારતીય ટીમની પહેલી બે ટેસ્ટમાં સરળ જીત થઈ હતી. જોકે, ભારત જે પ્લાન સાથે મેદાનમાં ઉતર્યું છે હવે તેમાં સ્ટીવ સ્મિથની કેપ્ટનશિપવાળી ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ફાયદો ઉઠાવી રહી છે. ભારતીય ટીમ સ્પિન ટ્રેક પર માત્ર 109 રનમાં તંબૂ ભેગી થઈ છે.
ભારતની ચાલ સમજીને આઈસીસી પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જતું કરવા દેવાના મૂડમાં નથી. આઈસીસીના મેચ રેફરી ક્રિસ બ્રોડે પણ તેના માટે તૈયારી કરી લીધી છે. ઈન્દોરની પિચ સામે કાર્યવાહી થવાનું નક્કી છે. આ પહેલા નાગપુર અને દિલ્હીની પિચને 'સરેરાશ રેટિંગ' આપવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે આ પિચ પર મેચ રમાડી શકાય છે પરંતુ ક્રિકેટ માટે તે આદર્શ નથી.
માનવામાં આવી રહ્યું છે કે ઈન્દોરની પીચને પણ ખરાબ રેટિંગ મળી શકે છે. આ પિચને સરેરાશ કરતા નીચેના સ્તર પર રેટિંગ મળી શકે છે. મેચના પહેલા દિવસે જે રીતે શરુઆત થઈ છે તે જોતા પિચ સામે એક્શન લેવામાં આવી શકે છે. ભારતીય ટીમ ઈન્દોરમાં મેચના શરુઆતના કલાકોમાં જ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે પિચની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર