Ind vs Aus 3rd Test, Day 3: ત્રીજો દિવસ ઑસ્ટ્રેલિયાના નામે રહ્યો

Ind vs Aus 3rd Test, Day 3: ત્રીજો દિવસ ઑસ્ટ્રેલિયાના નામે રહ્યો
Ind Vs Aus ત્રીજી ટેસ્ટ.

Ind vs Aus 3rd Test, Day 3: પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા (Australia)એ સ્ટિવ સ્મિથની સદીની મદદથી 338 રન ફટકાર્યા હતા.

  • Share this:
    નવી દિલ્હી: ભારત અને ઑસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી (Border-Gavaskar Trophy)ની ત્રીજી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground)માં રમવામાં આવી રહી છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થવા સુધી ઑસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગમાં બે વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે. માર્નસ લાબુશેન (47*) અને સ્ટીવ સ્મિથ (29*) રન બનાવીને મેદાનમાં છે. ભારતીય બોલર મોહમ્મદ સિરાઝે વિલ પુકોવસ્કી (10) અને રવિચંદ્રન અશ્વિને ડેવિડ વૉર્નર (13)ની વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ ભારત પર 197 રનની લીડ મેળવી છે.

    અપડેટ: 



    મોહમ્મદ સિરાઝે છઠ્ઠી ઓવરમાં પાંચમા બોલ પર વિલ પુકોવસ્કીને સાહાના હાથે કેચ આઉટ કરાવીને બીજી ઇનિંગમાં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. પુકોવસ્કી 10 રન બનાવીને આઉટ થયો હતો.

    97મી ઓવરના ત્રીજા બોલમાં બુમરાહ રન આઉટ થયો હતો. આ પહેલા મિચેલ સ્ટાર્કે નવદીપ સૈનીને મૈથ્યૂ વેડના હાથે કેચ આઉચ કરાવ્યો હતો. આ સાથે ભારતનો આઠમો ફટકો લાગ્યો હતો. અશ્વીન રન આઉટ થતા જ ભારતની સાત વિકેટ પડી હતી.

    પૂજારાની અડધી સદી:

    ચેતેશ્વર પૂજારા અડધી સદી બનાવ્યા બાદ કમિન્સનો શિકાર થઈ ગયો હતો. પૂજારાએ 176 બોલમાં 50 રન બનાવ્યા હતા.

    ભારતને પાંચમો ઝટકો:

    હેઝલવુડે પંતને ડેવિડ વૉર્નરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ સાથે જ ભારતને પાંચમો ઝટકો લાગ્યો હતો. પંતે 67 બોલમાં 36 રન બનાવ્યા હતા.

    પંત ઇજાગ્રસ્ત:

    કમિન્સના બોલ પર પંત ઈજાગ્રસ્ત થયો છે. કમિન્સે 85 ઓવરનો પાંચમો બોલ શૉર્ટ બોલ ફેંક્યો હતો. આ બોલ પંતની કોણી પર વાગ્યો હતો. પંતે આર્મ ગાર્ડ પહેર્યું ન હતું. જે બાદમાં ફિજિયોએ તપાસ કરી હતી. પંતે રમવાનું ચાલુ જ રાખ્યું હતું.

    લંચ બ્રેક સુધી ભારતના 180 રન:

    લંચ બ્રેક સુધી ભારતે ચાર વિકેટ ગુમાવીને 180 રન બનાવી લીધા હતા. પૂજારા 42 અને ઋષભ પંત 29 રન બનાવીને રમી રહ્યા હતા. બંને વચ્ચે 38 રનની ભાગીદારી હતી.

    ભારતને ચોથો ફટકો:

    68મી ઓવરના બીજા બોલમાં હનુમા બિહારી રન આઉટ થઈ ગયો હતો. આ સાથે ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. લાયનના બોલ પર સિંગલ લેવાના ચક્કરમાં તે દોડ્યો હતો અને રન આઉટ થયો હતો. બિહારી ફક્ત ચાર રન બનાવી શક્યો હતો.

    ભારતને ત્રીજો ઝટકો:

    પેટ કમિન્સે ભારતને ત્રીજા દિવસનો પ્રથમ ઝટકો આપ્યો હતો. 55મી ઓવરના ચોથા બોલ પર કમિન્સે કેપ્ટન રહાણેને બોલ્ડ કર્યો હતો. શૉર્ટ બોલ પર રહાણે કમિન્સની ઝાળમાં ફસાયો હતો. રહાણેની ધારણા પ્રમાણે બોલ બાઉન્સ થયો ન હતો અને તે બોલ્ડ થયો હતો. રહાણે 22 રન બનાવી શક્યો હતો.

    આ પણ વાંચો: સીડનીમાં 'સર' જાડેજા! રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી

    બીજા દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 96 રન કર્યા

    પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા (Australia)એ સ્ટિવ સ્મિથની સદીની મદદથી 338 રન ફટકાર્યા. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત કરી પરંતુ સેટ થયા બાદ રોહિત 26 રને આઉટ થયો. ત્યારબાદ શુભમન ગિલે ટેસ્ટ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી પણ તે તરત જ આઉટ થઈ ગયો. બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયા (Team India)એ 2 વિકેટ ગુમાવીને 96 રન કરી દીધા છે. કેપ્ટન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા રમતમાં હતા. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 242 રન પાછળ છે.

    ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં આવી છે ભારતીય પ્લેઇંગ XI

    રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

    ભારતની વિરુદ્ધ સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ XI

    ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, કેમરન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/કેપ્ટન), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
    Published by:Vinod Zankhaliya
    First published:January 09, 2021, 07:06 am

    ટૉપ ન્યૂઝ