Home /News /sport /

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી વિજયની થઈ શકે છે હકાલપટ્ટી, આવું છે કારણ

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી વિજયની થઈ શકે છે હકાલપટ્ટી, આવું છે કારણ

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી વિજયની થઈ શકે છે હકાલપટ્ટી, આવું છે કારણ

મુરલી વિજય 2018માં 8 મેચમાં 18.71ની એવરેજથી 262 રન બનાવી શક્યો છે

    ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ પ્રદર્શનના કારણે અડધા પ્રવાસે ટીમ ઇન્ડિયામાંથી બહાર થનાર ઓપનર મુરલી વિજય પર ફરી એક વખત આવો ખતરો જોવા મળી રહ્યો છે. સંભવ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસની પર્થ ટેસ્ટ તેની અંતિમ ટેસ્ટ બની રહે. તે આ પ્રવાસમાં જ નહીં 2018માં સાવ કંગાળ ફોર્મમાં રહ્યો છે.

    એડિલેડ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક ટેસ્ટમાં તે ફક્ત 11 અને 18 રન બનાવી શક્યો હતો. વિજય પાછી પર્થ ટેસ્ટમાં સારા સ્કોરની આશા હતી પણ તે ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો. સ્ટાર્કે તેની બોલ્ડ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વખત સ્ટાર્કે વિજયને આઉટ કર્યો હતો.

    ખરાબ ફોર્મના કારણે વિજય બાકીની બે ટેસ્ટમાં રમે સંભાવના નહીંવત છે. યુવા ઓપનર પૃથ્વી શો આગામી બે મેચમાં લોકેશ રાહુલ સાથે ઇનિંગ્સની શરુઆત કરતો જોવા મળે તો નવાઈ નહીં. રાહુલ પણ ખરાબ ફોર્મમાં છે, જોકે તે વિજય કરતા સારુ રમ્યો છે.

    આ પણ વાંચો - Ind VS Aus: કોહલી અને રહાણેની લડાયક બેટિંગ, ભારતનો વળતો પ્રહાર

    2018 વિજય માટે રહ્યું ખરાબ
    34 વર્ષના વિજયે ટીમ ઇન્ડિયા માટે 61 ટેસ્ટમાં 38.46ની એવરેજથી 3962 રન બનાવ્યા છે. જેમાં 12 સદી અને 15 અડધી સદી ફટકારી છે. તે 2018માં 8 મેચમાં 18.71ની એવરેજથી 262 રન બનાવી શક્યો છે. જેમાં સૌથી મોટી ઇનિંગ્સ 105 રનની અફઘાનિસ્તાન સામે રમ્યો હતો. આ પછી તેનો બેસ્ટ સ્કોર 46 રનનો છે. સતત ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા પર દબાણ વધી રહ્યું છે. આ સિવાય ક્રિકેટ પ્રશંસકો પણ વિજયના ટીમમાં સ્થાનને નહીં સવાલ ઉઠાવી રહ્યા છે.





    મુરલી વિજયનું ખરાબ પ્રદર્શનને તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરાવશે તેટલું જ નહીં કારકિર્દી પણ પુરી શઈ શકે છે. કારણ કે તે હવે થોડા મહિનામાં 35 વર્ષનો થઈ જશે. આમ ઉંમર પણ તેની સાથે નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2nd Test, IND vs AUS, Mitchell starc, Murali vijay

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन