Home /News /sport /IND vs AUS 2nd T20: નાગપુરમાં ફેન્સ લગાવી રહ્યા હતા RCB RCBના નારા, ગુસ્સે થયા વિરાટ કોહલી, VIDEO

IND vs AUS 2nd T20: નાગપુરમાં ફેન્સ લગાવી રહ્યા હતા RCB RCBના નારા, ગુસ્સે થયા વિરાટ કોહલી, VIDEO

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને બીજી T20 મેચમાં છ વિકેટે હરાવ્યું હતું.

IND vs AUS 2nd T20: નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો, જ્યારે વિરાટ કોહલી અને હર્ષલ પટેલને જોઈને કેટલાક પ્રશંસકો RCB-RCB ના નારા લગાવવા લાગ્યા. નાગપુર T20 મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોહલીને એડમ ઝમ્પાએ બોલ્ડ કર્યો હતો.

વધુ જુઓ ...
    IND vs AUS 2nd T20: નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો, જ્યારે વિરાટ કોહલી અને હર્ષલ પટેલને જોઈને કેટલાક પ્રશંસકો RCB-RCB ના નારા લગાવવા લાગ્યા. નાગપુર T20 મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોહલીને એડમ ઝમ્પાએ બોલ્ડ કર્યો હતો.

    રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને બીજી T20 મેચમાં છ વિકેટે હરાવ્યું હતું. નાગપુરમાં રમાયેલી મેચમાં ભારતને આઠ ઓવરમાં 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ચાર બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. હવે રવિવારે (25 સપ્ટેમ્બર) હૈદરાબાદમાં રમાનાર મેચ નિર્ણાયક બની ગઈ છે.

    બીજી T20 મેચ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો જ્યારે વિરાટ કોહલી અને હર્ષલ પટેલને જોઈને કેટલાક પ્રશંસકો RCB-RCB ના નારા લગાવવા લાગ્યા. આ જોઈને વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયો અને તેણે ટીમ ઈન્ડિયાના લોગો તરફ ઈશારો કર્યો. વિરાટ કોહલી એ કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તે RCB માટે નહીં પણ ભારત માટે રમી રહ્યો છે.

    આ પણ વાંચો : MS ધોની કઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે? દિવસ અને સમય પણ નક્કી કરાયો

    નાગપુર T20 મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોહલીને એડમ ઝમ્પાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પહેલા વિરાટે મોહાલીમાં રમાયેલી સીરિઝની પ્રથમ T20 મેચમાં માત્ર 2 રન બનાવ્યા હતા. એટલે કે બે ઇનિંગ્સમાં વિરાટ કોહલીના બેટમાંથી કુલ 13 રન નીકળ્યા છે.



    નાગપુર T20 મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોહલીને એડમ ઝમ્પાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પહેલા વિરાટે મોહાલીમાં રમાયેલી સીરિઝની પ્રથમ T20 મેચમાં માત્ર 2 રન બનાવ્યા હતા. એટલે કે બે ઇનિંગ્સમાં વિરાટ કોહલીના બેટમાંથી કુલ 13 રન જ નીકળ્યા છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Ms dhoni

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन