Home /News /sport /

IND Vs AFG: આજે ભારત અફઘાનિસ્તાન સામે હારે તો શું થાય? જાણો આજની જીતથી શું ફેર પડશે

IND Vs AFG: આજે ભારત અફઘાનિસ્તાન સામે હારે તો શું થાય? જાણો આજની જીતથી શું ફેર પડશે

T20 World cup માટે ટીમ ઇન્ડિયાને આજની મેચ જીતવી શા માટે છે જરૂરી ?

T20 World cup IND VS AFG : પાકિસ્તાનની ટીમ ટી 20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે જો ભારત આજે હારી જાય તો શું થાય અને જીતે તો શું થાય

  T20 world cup: હાલ ચાલી રહેલા ટી 20 વર્લ્ડ ( IND VS AFG)  કપમાં મળેલી 2 ખરાબ હાર પછી હવે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાની લોકોની ફેવરેટ અને ટી 20 વર્લ્ડ કપની યજમાની કરતી ભારતીય ટીમને હવે શરમજનક રીતે ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ બહારનો રસ્તો દેખાઈ રહ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli)  અને ભારતીય ટીમે પોતાની સુપર 12ની સફરની શરૂઆત જ ખરાબ રીતે કરી હતી જેમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી તે પરાજીત પણ થયા હતા. આવા પ્રદર્શનને કારણે તેમને સળંગ 2 વખત હારનો સામનો કરવો પડ્યો. મંગળવારે નામ્બિયા સામે મળેલી જીત બાદ પાકિસ્તાનની ટીમ ટી 20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે જો ભારત આજે હારી જાય તો શું થાય અને જીતે તો શું થાય

  IND Vs AFG - પ્રીવ્યુ

  પાકિસ્તાન સામે મળેલી કારમી હાર બાદ ગ્રુપ 2ના મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે પણ ખરાબ પ્રદર્શન બતાવ્યું, જેના પરિણામ સ્વરૂપે ભારતીય ટીમને 8 વિકેટથી ફરી એકવાર કારમી હારનો સામનો કરવો પડ્યો અને ન્યૂઝીલેન્ડે 20 ઓવરની સમાપ્તિ પહેલા જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. સળંગ 2 હાર બાદ હવે ભારતીય ટીમ જે યૂએઈમાં આગેવાની કરી રહી છે

  સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે હવે માત્ર પ્રાર્થના જ કરી શકે છે. કેમ કે ભઆરત સેમી ફાઈનલ માટે ક્વોલિફઆય થાય તેવી શક્યતાઓ હવે તેમના હાથમાંથી સરી ગઈ છે. આ માટે તેમને હવે બીજી ટીમ તરફથી ફેવરની આશા રાખવી પડે છે. આશ્ચર્ય થાય છે આટલી સારા પ્લેયર ધરાવતી ટીમની આવી ખરાબ દુર્દશા જોઈને.

  ગ્રુપના ટોપ 2 ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થશે. અહીં પરિસ્થિતીની વિસતૃત સમીક્ષા કરીએ.

  પોતાની સળંગ 4 જીત બાદ પાકિસ્તાને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. તમણે ભારત, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને નામ્બિયાને હારનો સ્વાદ ચખાડ્યો છે. પોતાના અંતિમ ગ્રુપ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો સ્કોટલેન્ડ સામે થશે જેને જોતા હવે એવી શક્યતાઓ લાગી રહી છે કે પાકિસ્તાન પોતાના તમામ 5 મેચમાં જીત હાંસલ કરી લેશે અને પ્રથમ સ્થાન કબ્જે કરશે ત્યાર બાદ અન્ય ટીમો બીજા સ્થાન માટે મુકાબલે કરશે.

  આ પણ વાંચો : T20 world Cup : શું ટીમ ઈન્ડિયા બાયો બબલના કારણે થાકમાં છે? કોરોનાથી બચાવતી આ માયાજાળ શું છે?

  અને બીજા સ્થાન માટે હાલ ન્યૂઝીલેન્ડની ટીમને મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડ જો તેની સ્કોટલેન્ડ, નામ્બિયા અને અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચમાં જીતે છે તો તેને પોઈન્ટ ટેબલમાં 8 અંકો મળશે જે બીજુ સ્થાન સુરક્ષિત કરવા માટે પૂરતા છે. જો કે હાલની તેમની પરિસ્થિતી જોતા જો એક મેચમાં તેમની હાર થાય તો પણ તેમને ઝાઝો ફેર પડે તેમ નથી.

  હાલ તો પાંચેય ટીમો સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની દાવેદારી કરતી દેખી રહી છે. પાકિસ્તાન અને નામ્બિયાના મુકાબલા પછી ગ્રુપ 2 ટેબલની પરિસ્થિતી આવી છે.

  પોઇન્ટ ટેબલ

  1. પાકિસ્તાન (4 માંથી 4 જીત, 8 પોઈન્ટ, +1.065 નેટ રન રેટ)
   2.અફઘાનિસ્તાન (3 માંથી 2, 4 પોઈન્ટ, +3.097)
   3. ન્યૂઝીલેન્ડ (2 માંથી 1, 2 પોઈન્ટ, +0.765)
   4. નાંમ્બિયા (3 માંથી 1, 2 પોઈન્ટ, -1.600)
   5. ભારત (2 માંથી 2માં હાર, 0 પોઈન્ટ, -1,609)
   6. સ્કોટલેન્ડ (2 માંથી 2માં હાર, 0 પોઈન્ટ, -3.562)


  ભારત પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ મેળવે તેવી આશા

  આ ટેબલમાં ભારત પોતાનું સ્થાન 6 અંકો સાથે ટેબલમાં નોંધાવશે તેવું અનુમાન કરી શકાય કેમ કે તેમની આગામી મેચ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામ્બિયા સામે હશે જેની સામે જીતની અપેક્ષા કરી શકાય છે. પરંતુ હાલની ભારતીય ટીમની સ્થિતી અને ફોર્મને જોતા એવુ લાગે છે કે તે કોઈ પણ ટીમ સામે હારી શકે છે. ઉપરાંત અહીં અફધાનીસ્તાનની ટીમને કમજોર ગણવી પણ યોગ્ય નથી તેમના પરફોર્મન્સથી તે પાકિસ્તાનની ટીમને હરાવી શકે તેવી પરિસ્થિતી નજીક પહોચ્યા હતા.

  આ પણ વાંચો :  Cricket: અનુષ્કા શર્માથી લઈ નતાશા સ્ટેન્કોવિક, આ છે ભારતીય ક્રિકેટરોની સ્ટાઈલીશ પત્નીઓ

  હવેથી ભારતીય ટીમ માટે કરો અથવા મરો જેવી પરિસ્થિતી છે. જો ભારત તેના આવનારા ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરે છે, તેની નેટ રન રેટ વધુ છે અને ન્યૂઝીલેન્ડ તેની એક મેચ હારે છે તો આવા સમીકરણથી ભારત માટે સેમીફાઈનલમાં જગ્યા બનવાની શક્યતા છે.

  અફઘાનિસ્તાનનો રન રેટ સારો

  અફઘાનિસ્તાનના સારા રન રેટને કારણે જો તે આવનારી તમામ મેચ જીતે તો તે પણ દાવેદારી નોંધાવી શકે છે, જો કે ન્યૂઝીલેન્ડ પણ એક મેચ હારે તો અફધાનિસ્તાનને પણ એક મેચ હારવાનું પરવડે તેમ છે.

  7 નવેમ્બરે અબુધાબીમાં યોજોનાર ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનના મુકાબલામાં આ સમીકરણો જોવા મળશે. અફઘાનિસ્તાન કિવિઝને હરાવીને ભારતની તરફેણ પણ કરી શકે છે. તેમની પાસે આવું કરવાની ક્ષમતા છે.

  આ પણ વાંચો :  PHOTOS: આ છે એવા ક્રિકેટરો જે પોતાની પિતરાઈને જ પરણ્યા, સુખી સંપન્ન છે લગ્ન જીવન

  નવા નવા સમીકરણો 

  ભારતીય ટીમ માટે એક ફાયદાની વાત એ છે કે તે 8 નવેમ્બરે પોતાનો અંતિમ મુકાબલો નામ્બિયા સામે લડશે અને તેમને ખબર છે કે ત્યાં શું કરવું. પણ આ જેટલું દેખાય છે તેટલું સરળ નથી. જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે, નવા નવા સમીકરણો સામે આવી રહ્યાં છે અને પાછલી બધી ગણતરી નકામી બની રહે છે. આ વર્લ્ડ કપની આગેવાની ભારત દ્વારા કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે આ ટૂર્નામેન્ટ ઓમાન અને યૂએઈમાં યોજવામાં આવી રહી છે.
  First published:

  Tags: Cricket News in Gujarati, IND vs AFG, T20 world cup

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन