IND vs AFG T20 World Cup: સુનિલ ગાવસ્કરે કોહલીને આપી ટીપ્સ, આ ખેલાડીઓને રમાડો જીત નક્કી

વિરાટ કોહલીને સુલનિલ ગાવસ્કરે સલાહ આપી છે.

IND vs AFG T20 World Cup: આજે ટી-20 વર્લ્ડકપમાં ભારતની અફઘાનિસ્તાન સામે મેચ, કરો યા મરોનો જંગ, ગાવસ્કરનનું માનવાનું છે કે આ 3 સ્પિનર્સને રમાડવા જ જોઈએ

  • Share this:
    ટી-20 વર્લ્ડકપમાં ભારત આજે અફઘાનિસ્તાન (IND vs AFG T20 World Cup સામે ત્રીજી મેચ રમવાનું છે. ભારત અફઘાનિસ્તાનના આ જંગમાં (T-20 World cup)માં આજે ભારત હારશે તો સંપૂર્ણ પણે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે. ભારત અગાઉની બે મેચ હારી જતા સ્પર્ઘામાંથી લગભગ બહાર થઈ ગયું છે. આ સ્થિતિમાં હવે આજે અફઘાનિસ્તાનની મેચ પહેલાં ટીમને કેવી રીતે રમવું તેની ટીપ્સ ટીમના પૂર્વ બેટ્સમેન અને દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar Formula of Wining) આપી છે. ગાવસ્કરે વિરાટ કોહલીને સલાહ આપી છે કે આ મેચમાં તમારે 3 સ્પિનર્સને પ્લેઇંગ 11માં સ્થાન આપવું જોઈએ. આ જીતનો ફોર્મ્યુલા છે.

    ગાવસ્કરે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું કે ત્રણ સ્પીનરો સાથે મેદાન પર ઉતરવામાં કોઈ બુરાઈ નથી. ટીમ ઈન્ડિયાને મારી સલાહ છે કે તમે 2 ફાસ્ટ બૉલર્સ સાથે મેદાનમાં ઉતરો. કેમ કે જો હાર્દિક પંડ્યા રમે તો 2-3 ઓવર મીડિયમ પેસ બોલિંગ કરી શકે છે. આર. અશ્વિન ટોપ ક્લાસ સ્પિનર ટીમમાં છે તો તેને રમાડવો જોઈએ. હું અશ્વિનનને ટીમમાં રાખવો જોઈએ. આ ઉપરાંત રાહુલ ચહરને પણ ચાન્સ આપી શકાય છે.

    આ પણ વાંચો : INDvsNZ: વર્લ્ડકપમાં ભલે કઈ ન ઉકાળ્યું! ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં રાહુલને કેપ્ટન બનાવવાની વાતો

    આ ત્રણ સ્પિનર્સને રમાડવા

    ગાવસ્કરે જીતનો ફોર્મ્યૂલા આપતા જણાવ્યું કે આ મેદાનમાં અશ્વિન, જાડેજા અને વરૂણ ચક્રવર્તી સાથે મેદાનમાં ઉતરવું જોઈએ. ટીમમાં જસપ્રિત બુમરાહ એક માત્ર ફાસ્ટ બોલર છે જેણે પહેલી બે મેચમાં વિકેટ લીધી છે. ભારતે મેતની ગતિને ધીમી કરવા માટે ત્રણ બોલર સાથે મેદાનમાં ઉતરવું પડે.

    રોહિત શર્મા પાસે ઓપનિંગ કરાવવી જોઈએ

    ગાવસ્કરે ત્રણ સ્પિનર્સને પ્લેઇંગ 11માં સમાવવાની સાથે બેટિંગમાં પણ પરિવર્તન કરવાની સલાહ આપી છે. ગાવસ્કરના મતે પ્લેઇંગ 11માં ગઈ મેચમાં ટીમ ઇન્ડિયા ભલે ભૂલ કરી બેઠી પરંતુ બેટિંગની શરૂઆત તો રોહિત શર્માથી જ કરાવવી જોઈએ. રોહિત શર્મા એવો બેટ્સમેન છે જે 15 ઑવર રમી જાય તો 180-200 રન ઉભા કરી શકે છે.

    આ પણ વાંચો : T20 World Cup:હેવાનિયતની તમામ હદ પાર! વિરાટ-અનુષ્કાની દીકરી વામિકા પર દુષ્કર્મ ગુજારવાની ધમકી, DCWએ પોલીસને નોટિસ આપી


    સુનિલ ગાવસ્કરે ઉધડો લીધો

    ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ભારતીય ટીમના પુર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે મેનેજમેન્ટ દ્વારા કરલામાં આવેલા ટીમ ઓર્ડરના ફેરફારને કડક શબ્દોમાં વખોડ્યો હતો. લિટલ માસ્ટરે કહ્યું કે, મેનેજમેન્ટને રોહિત શર્મા પર વિશ્વાસ નહતો કે તે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટનો સામનો કરી શકશે. વધુમાં ગાવસ્કર કહે છે કે, રોહિત શર્માને સીધી જ રીતે મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટ્રેન્ટ બોલ્ટનો સામનો કરવા બાબતે તેમને રોહિત પર ભરોસો નથી.
    Published by:Jay Mishra
    First published: