T20 WC: ભારતે અફઘાનિસ્તાનને કચડ્યું, T20 વર્લ્ડકપમાં નોંધાવી પહેલી જીત

ભારત-અફઘાનિસ્તાન મેચ

India vs Afghanistan:અફઘાનિસ્તાન ટીમે (team afghanistan) 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 144 રન બનાવી શકી હતી. રોહતિ શર્મા (Rohit Sharma) પ્લેયર ઓફધ મેચ પસંદ થયા હતા. જેણે ટીમ ઈન્ડિયા (team India) માટે સૌથી વધારે 74 રન બનાવ્યા હતા.

  • Share this:
    નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ (team India) દમદાર પ્રદર્શન કરતા બુધવારે અબુ ધાબીમાં રમાયેલી સુપર-12 રાઉન્ડના મુકાબલામાં (India vs Afghanistan) અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું. આ પ્રકારે વિરાટ કોહલીની (Virat Kohli) કેપ્ટનશીપ વાળી ટીમે ટી20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2021) પોતાની પહેલી જીત નોંધાવી હતી. ભારતે નિર્ધારિત ઓવરમાં 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. જે અત્યારની ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 144 રન બનાવી શકી હતી. રોહતિ શર્મા (Rohit Sharma) પ્લેયર ઓફધ મેચ પસંદ થયા હતા. જેણે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધારે 74 રન બનાવ્યા હતા.

    હવે ભારતીય ટીમ 2 પોઈન્ટ સાથે ગ્રુપ-2માં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાનના 8 પોઈન્ટ ટોચ પર છે જ્યારે અફઘાનિસ્તાન બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ન્યુઝીલેન્ડના પણ 4 પોઈન્ટ છે પરંતુ નેટ રન રેટના મામલે તે અફઘાનિસ્તાનથી પાછળ છે.

    ભારત માટે ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે જોરદાર બેટિંગ કરી હતી. બંનેએ અડધી સદી ફટકારી અને 140 રનની ઓપનિંગ ભાગીદારી કરી. ટીમ માટે રોહિતે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. તેણે 47 બોલની ઈનિંગમાં 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, રાહુલે 48 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 69 રનનું યોગદાન આપ્યું હતું.

    રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ પણ તોફાની બેટિંગ કરી હતી અને ત્રીજી વિકેટ માટે અણનમ 63 રનની ભાગીદારી પણ કરી હતી. પંતે 13 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 27 રન બનાવ્યા હતા જ્યારે પંડ્યાએ 4 ફોર અને 2 સિક્સરની મદદથી 35 રન બનાવ્યા હતા.

    211 રનના મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમની શરૂઆત ખરાબ રહી અને તેની 2 વિકેટ 13 રનના સ્કોર પર પડી ગઈ. મોહમ્મદ શહઝાદ (0) ઝડપી બોલર મોહમ્મદ શમી દ્વારા રવિચંદ્રન અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો જ્યારે હઝરતુલ્લા ઝાઝાઈ (13) જસપ્રિત બુમરાહની બોલ પર શાર્દુલ ઠાકુરે કેચ આઉટ કર્યો હતો.

    આ પણ વાંચોઃ-Rahul Dravid : ટીમ ઈન્ડિયાને મળ્યા નવા ગુરૂ,મુખ્ય કોચ તરીકે દ્રવિડની નિયુક્તિ, શાસ્ત્રીનું 'પિક્ચર પુરુ'

    રહેમાનુલ્લા ગુરબાઝ (19) રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ગુલબદ્દીન નાયબ (18)ને અશ્વિને પેવેલિયન મોકલ્યો હતો. અશ્વિને નજીબુલ્લાહ ઝદરાન (11)ને બોલ્ડ કરીને ટીમનો સ્કોર 5 વિકેટે 69 રન બનાવી દીધો હતો.
    Published by:ankit patel
    First published: