IND sv ENG:જસપ્રીત બુમરાહે સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ ઝડપી, બનાવ્યો અનોખો રેકોર્ડ

જસપ્રિત બુમરાહે 24 મી ટેસ્ટમાં 100 વિકેટ પૂરી કરી હતી.

India vs England 4th Test: ટીમ ઈન્ડિયાએ ચોથી ટેસ્ટમાં (IND vs ENG) જીતની નજીક છે. આ દરમિયાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ ઈતિહાસ રચ્યો છે. ભારત તરફથી સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ લેનાર ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે ઓલી પોપની વિકેટ લીધા બાદ આ રેકોર્ડ બનાવ્યો હતો.

  • Share this:
    ઓવલ: ટીમ ઈન્ડિયા (Team India) એ ચોથી ટેસ્ટ મેચમાં જીત તરફ આગળ વધી રહી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઓવલ ટેસ્ટમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ઓલી પોપની વિકેટ લેતાની સાથે જ તેની ટેસ્ટ કરિયારમાં 100 વિકેટ પૂરી થઈ ગઈ છે. તે ભારત તરફથી ફાસ્ટ બોલર તરીકે સૌથી ઓછી મેચમાં આવું કરનારો પ્રથમ બોલર બની ગયો છે. તેણે માત્ર 24 ટેસ્ટ મેચમાં આ કાર્ય કર્યું છે. આ પહેલા પૂર્વ કેપ્ટન કપિલ દેવે 25 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી. હવે જસપ્રીત બુમરાહે તેનો પણ રેકોર્ડ તોડી દીધો છે. અને માત્ર 24 મેચમાં 100 વિકેટ લઈને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

    જસપ્રિત બુમરાહની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 24 ટેસ્ટની 46 ઇનિંગ્સમાં 23ની એવરેજથી 101 વિકેટ લીધી છે. તેણે બીજી ઇનિંગમાં જોની બેયરસ્ટોને પણ બોલ્ડ કર્યો હતો. તેણે 6 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. પરંતુ તે અત્યાર સુધી એક મેચમાં 10 વિકેટ લેવાનું પરાક્રમ કરી શક્યો નથી. આ સિવાય તેણે 67 વનડેમાં 108 અને 50 ટી -20 માં 59 વિકેટ લીધી છે.

    ઓફ સ્પિનર ​​આર અશ્વિન ભારત માટે સૌથી ઓછી મેચમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે આ સિદ્ધિ માત્ર 18 ટેસ્ટમાં કરી હતી. ઝડપી બોલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને કપિલ દેવ સિવાય ડાબા હાથના ઝડપી બોલર ઇરફાન પઠાણે 28 ટેસ્ટમાં, મોહમ્મદ શમી 29 અને જવાગલ શ્રીનાથે 30 ટેસ્ટમાં આ સિદ્ધિ કરી હતી.

    આ પણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ, T20 WCની ટીમ જાહેર થયાના 2 કલાકમાં હેડ કોચનું રાજીનામું

    વર્તમાન શ્રેણીમાં આર અશ્વિનને હજુ સુધી તક મળી નથી. તેણે ટેસ્ટમાં 400થી વધુ વિકેટ લીધી છે. આ સિવાય શમી પણ આ ટેસ્ટમાં નથી. 27 વર્ષના બુમરાહે જાન્યુઆરી 2018 માં પ્રથમ ટેસ્ટ રમી હતી. એટલે કે લગભગ સાડા ત્રણ વર્ષમાં તેણે 100 વિકેટના આંકડા સુધી પહોંચી ગયો છે.
    Published by:kuldipsinh barot
    First published: