Home /News /sport /IND vs BAN: ટીમ ઈન્ડિયાએ બતાવી જીતની ઝલક, 5 ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશ ઘરઆંગણે ફસડાયું
IND vs BAN: ટીમ ઈન્ડિયાએ બતાવી જીતની ઝલક, 5 ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશ ઘરઆંગણે ફસડાયું
ઈન્ડિયા અને બાંગ્લાગદેશની ટેસ્ટ મેચમાં ઈન્ડિયાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
મોહમ્મદ સિરાઝ અને કુલદીપ યાદવે પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. ભારત બાંગ્લાદેશની 8 વિકેટ ઝડપી લીધી છે.
નવી દિલ્હી : મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવના નેતૃત્વમાં ભારતીય બોલરોએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ ટેસ્ટ (IND vs BAN)ના બીજા દિવસના અંતે બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 44 ઓવરમાં 8 વિકેટે 133 રન બનાવ્યા હતા. જેમાં ઈન્ડિયા પ્રથમ દાવમાં 271 રનથી પાછળ રહી છે અને તેની માત્ર 2 વિકેટ બાકી છે. ફાસ્ટ બોલર સિરાજે 3 અને લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપે 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઉમેશ યાદવે પણ એક વિકેટ લીધી હતી. ભારતીય બોલરોએ છેલ્લા સેશનમાં 6 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ભારતીય ટીમ પ્રથમ દાવમાં 404 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ચટગાંવમાં રમાઈ રહેલી ટેસ્ટમાં આર અશ્વિને 58 અને કુલદીપે 40 રન બનાવી સ્કોર 400 રનની નજીક પહોંચાડ્યો હતો. આ પહેલા યજમાન બાંગ્લાદેશે વનડે શ્રેણી 2-1થી કબજે કરી હતી. અત્યાર સુધીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો છે અને ત્રીજો દિવસ મહત્વનો રહેવાનો છે. અત્યાર સુધી આ 5 ખેલાડીઓનું યોગદાન મહત્વનું રહ્યું છે.
1. મોહમ્મદ સિરાજે બીજા દિવસે પહેલા જ બોલ પર ભારતીય ટીમને મોટી સફળતા અપાવી હતી. તેણે નઝમુલ હસનને વિકેટ કીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી સિરાજે ઝાકિર હસનને (20) અને લિટન દાસ (24) રન પર પેવેલિયન મોકલી દીધા હતા. તેણે અત્યાર સુધી 9 ઓવરમાં માત્ર 14 રન આપ્યા છે અને 3 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે જ ઝડપી બોલર ઉમેશ યાદવે પણ એક વિકેટ લીધી છે. તેણે યાસિર અલી (4)રને બોલ્ડ કર્યો હતો. ઉમેશે અત્યાર સુધી 8 ઓવરમાં 33 રન આપ્યા છે.
2. પ્રથમ બેટિંગ કરતા કુલદીપ યાદવે 40 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની 7 વિકેટ માત્ર 293 રનમાં પડી ગઈ હતી. આવી સ્થિતિમાં તેના માટે 350 રન સુધી પહોંચવું મુશ્કેલ લાગી રહ્યું હતું. કુલદીપે આર અશ્વિન સાથે 8મી વિકેટ માટે 92 રન જોડ્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પછી આ ડાબોડી સ્પિનરે 4 વિકેટ લઈને બાંગ્લાદેશને જોરદાર આંચકો આપ્યો હતો. તેણે સુકાની શાકિબ અલ હસન 3 રન અને નુરુલ હસન 16 રને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી મુશ્ફિકુર રહીમને 28 અને તાજુલ ઈસ્લામ 0 રને આઉટ થયા હતા. મેહદી હસન 16 અને ઇબાદત હુસૈન 13 રન બનાવીને ઉભા છે. મેહદીએ વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કુલદીપે 10 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી છે.
3. આર અશ્વિને અત્યાર સુધી મેચમાં બેટથી સારી રમત બતાવી છે. આ અનુભવી ઓફ સ્પિનરે અડધી સદીની ઇનિંગ રમતા 58 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ સદી ફટકારી છે. ચટગાંવની પીચ પર સ્પિન બોલરોને મદદ મળી રહી છે. આવી સ્થિતિમાં તે બાંગ્લાદેશના બેટ્સમેનો માટે મોટી સમસ્યા બની શકે છે. તેણે ટેસ્ટમાં 400થી વધુ વિકેટ લીધી છે. બાંગ્લાદેશની બંને ઇનિંગ્સની વાત કરીએ તો તેની પાસે હજુ 12 વિકેટ બાકી છે. અશ્વિને અત્યાર સુધી 10 ઓવરમાં 34 રન આપ્યા છે. તેને હજુ સુધી વિકેટ મળી નથી.
4. જોકે, શ્રેયસ અય્યર મેચના બીજા દિવસે ગુરુવારે સદી પૂરી કરી શક્યો ન હતો. પરંતુ ખરાબ શરૂઆત બાદ તેણે ચેતેશ્વર પૂજારા સાથે 149 રનની મોટી ભાગીદારી કરીને ટીમની કમાન સંભાળી હતી. તે 192 બોલમાં 86 રન બનાવીને આઉટ થયો હતો. જેમાં તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 2022માં ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
5. ચેતેશ્વર પુજારાએ પણ પ્રથમ દાવમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 203 બોલમાં 90 રન બનાવ્યા હતા. જોકે, તે સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. તે 4 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. જો ટીમ ઈન્ડિયાની બેટિંગ બીજી ઈનિંગમાં આવે છે તો તે ફરી એકવાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર