Home /News /sport /

IPLમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો રેકોર્ડ આ દેશના ખેલાડીના નામે

IPLમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો રેકોર્ડ આ દેશના ખેલાડીના નામે

    ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 11મી સીઝનની શરૂઆત સાત એપ્રિલથી થઇ રહી છે. ક્રિકેટ પ્રેમીઓ માટે IPL હંમેશા રોમાન્ચથી ભરેલી રહે છે. IPLમાં એક તરફ રનોની હારમાળા સર્જાય છે. ઘણી વાર બેટ્સમેનો બોલરોની ઇકોનોમી ખરાબ કરી દે છે. પરંતુ એવા અનેક બોલર પણ છે બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન ગણાતી આઇપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટીમને વિજય અપાવે છે. આવો જાણીએ એવા ટોચના છ બોલરો વિશે જેમના નામે આઇપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ છે

    શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગા 2009થી 2017 સુધી મુંબઇ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલમાં રમ્યો હતો. તેણે 110 મેચમાં 154 વિકેટ ઝડપી છે. મલિંગાએ કુલ 426.2 ઓવરો ફેંકી છે. હાલમાં આઇપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં પ્રથમ ક્રમે છે. આ વર્ષે આઇપીએલમાં મલિંગા મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો બોલિંગ કોચ છે.

    ભારતીય સ્પીનર અમિત મિશ્રા આ યાદીમાં બીજા ક્રમે આવે છે. અમિત મિશ્રા આઇપીએલના ઇતિહાસમાં ડેકક્કન ચાર્જર્સ, દિલ્હી ડેરડેવિલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. 2008થી લઇને 2017 સુધીમાં તેણે 126 મેચ રમી છે જેમાં તેણે 134 વિકેટ ઝડપી છે.

    હરભજસિંહ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેણે 2008થી લઇને 2017 સુધીમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી કુલ 136 મેચ રમી છે. જેમાં તેણે 127 વિકેટ ઝડપી છે.

    પિયુષ ચાવલા આ યાદીમાં ચોથા ક્રમે આવે છે. પિયુષ ચાવલાએ કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા તરફથી આઇપીએલમાં રમ્યો છે. તેણે કુલ 129 મેચ રમી છે જેમાં તેણે 3261 રન આપીને 126 વિકેટ ઝડપી છે.

    વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ડ્વેન બ્રેવો ચેન્નઇ સુપરકિંગ્સ, ગુજરાત લાયન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કુલ 106 મેચ રમ્યો છે. જેમાં તેણે 122 વિકેટ ઝડપી છે. બ્રાવોએ કુલ 336.1 ઓવર ફેંકી 2755 રન આપ્યા હતા.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ipl 11

    આગામી સમાચાર