વિરાટ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે ફોર્મમા ચાલી રહેલ આ ઈંગ્લિશ ખેલાડી

News18 Gujarati
Updated: June 5, 2018, 1:53 PM IST
વિરાટ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે ફોર્મમા ચાલી રહેલ આ ઈંગ્લિશ ખેલાડી

  • Share this:
વિરાટ કોહલી 2014ના પોતાના ખરાબ સ્વપ્ના જેવા ઈંગ્લેન્ડના પ્રવાસની સરખામણીમાં હાલમાં વધારે અનુભવી ખેલાડી છે. જોકે ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાએ ચેતવ્યા છે કે, ફોર્મમાં ચાલી રહેલ જેમ્સ એન્ડરસ આ વખતે પણ ભારતીય કેપ્ટનની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

મેકગ્રાએ કહ્યું, કોહલી હાલમાં પહેલા કરતાં વધારે અનુભવી ખેલાડી છે. તે એક અલગ જ સ્તરનો ખેલાડી છે, તેમાં કોઈ જ શક નથી, પરંતુ ઈંગ્લેન્ડની પરિસ્થિતિ ખુબ જ કડક હોય છે, જ્યારે તમારૂ વિરૂદ્ધ જિમી એન્ડરસન જેવો બોલર તમારા વિરૂદ્ધ હોય છે, અને તે જ્યારે સારી બોલિંગ કરી રહ્યો હોય છે, તો તમારા માટે રમવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. તમારે ખુબ જ મહેનત માટે તૈયાર રહેવું પડશે. કોહલી એક ઉચ્ચ સ્તરિય ખેલાડી છે તે માટે હું આ મુકાબલા માટે ખુબ જ ઉત્સાહિત છું.

મેકગ્રાએ સ્પષ્તા કરી છે કે, માત્ર કોહલી પર નિર્ભર રહેવું મૂર્ખતા ગણાશે અને તે નિષ્ફળ રહે છે તો તે અન્ય ખેલાડીઓને જવાબદારી નિભાવવાની તક આપશે. તેમને કહ્યું, તમે હંમેશા ઈચ્છો છો કે, તમારો સર્વશ્રેષ્ઠ ખેલાડી સારૂ પ્રદર્શનકરે. જોકે, તે અન્ય ખેલાડીઓને પણ જવાબદારી નિભાવવાની તક આપશે અને હાલ પણ ટીમમાં કેટલાક સારા બેટ્સમેન હાજર છે. જો ભારત એક જ ખેલાડી પર નિર્ભર રહેશે તો તે તેની સૌથી મોટી ભૂલ હશે.

ચેતેશ્વર પુજારા ઈંગ્લેન્ડમાં ચાર દિવસીય મેચો દરમિયાન જોઈએ તેવો પ્રદર્શન કરી શક્યો નથી પરંતુ મેકગ્રાનું કહેવું છે કે, ત્યાં રહેવાનો અનુભવ પણ ફાયદાકારક થઈ શકે છે. તેમને કહ્યું, મે નથી જોયું કે, બ્રિટેનની પરિસ્થિતિ કેવી છે. પુજારા રન ન બનાવી શકતા હોવા છતાં ત્યાં છે. ત્યાંની પરિસ્થિતિમાં રમવાથી મને લાગે છે તેને મદદ મળશે.

ભારતીય બોલિંગ એટેક વિશે પૂછતા મેકગ્રાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બૂમરાહ છાપ છોડશે.
First published: June 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...