ઇમરાન ખાનની પાકિસ્તાનની ટીમને સલાહ, ભારત પર નહીં રમત પર ધ્યાન આપો

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ફાઇલ તસવીર

પાકિસ્તાની ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે મંજૂરી માંગી હતી કે તેઓ ભારત સામેની મેચમાં દરેક વિકેટને અલગ રીતે ઊજવવા માંગે છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : ભારત પાકિસ્તાન વચ્ચે આગામી 16 જૂને ક્રિકેટ વિશ્વ કપમાં મેચ યોજાશે. જોકે, આ મેચ પહેલાં જ બંને દેશોમાં તણાવ વધી રહ્યો છે. બંને ટીમના ચાહકો એક બીજા પાસેથી જીતની અપેક્ષા રાખી રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાની ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે મંજૂરી માંગી હતી કે તેઓ ભારત સામેની મેચમાં દરેક વિકેટને અલગ રીતે ઊજવવા માંગે છે. જોકે, આ ઘટનાક્રમના પગલે હવે પાકિસ્તાનના વડાપ્રધાન અને પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન પણ હરકતમાં આવ્યા છે. ઇમરાન ખાને પાકિસ્તાનની ટીમને સલાહ આપી છે કે ખેલાડીઓ ભારતના બદલે રમત પર ધ્યાન આપે.

  પુલવામામાં થયેલા ફિદાયીન હુમલા બાદ ભારતે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં આર્મીની કેપ પહેરી અને મૃતક શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. પાકિસ્તાન સરકારના એક વરિષ્ઠ અધિકારી મુજબ પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતના આ પગલાનો બદલો લેવા માંગતી હતી. જોકે, પીએમ ઇમરાને પાકિસ્તાનની ટીમને આ પ્રકારની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

  આ પણ વાંચો :  ધોનીના ગ્લવ્સ પર 'બલિદાન' ચિહ્ન પાછળ છે રસપ્રદ કહાણી

  ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં ફેબ્રુઆરી 2019 દરમિયાન ભારતીય ટીમે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે આર્મીના કલરની કેપ પહેરી હતી. જોકે, કેપમાં BCCIનો લોગો પણ હતો. આ ઘટના બાદ પાકિસ્તાને આંતરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવ્યો હતો.
  Published by:Jay Mishra
  First published: