ક્રિકેટમાં આવ્યો નવો નિયમ, ખેલાડીઓને થશે રાહલ

News18 Gujarati
Updated: January 11, 2018, 5:48 PM IST
ક્રિકેટમાં આવ્યો નવો નિયમ, ખેલાડીઓને થશે રાહલ

  • Share this:
ક્રિકેટના નિયમ બનાવનાર સંસ્થા, મેલબર્ન ક્રિકેટ ક્લબ (MCC)ની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 9-10 જાન્યુઆરીએ સિડનીમાં MCC વર્લ્ડ ક્રિકેટ કમિટીએ નક્કી કર્યું છે કે, જો વધારે ગરમી પડી રહી હોય તો એમ્પાયર પોતાના વિવેકથી રમત રોકી શકે છે. MCC અનુસાર, આવું કરવુ ક્રિકેટ નિયમોના હિસાબથી પણ ઠિક રહેશ. ખેલાડીઓ પર ગરમીના કારણે પડનાર વધારાનો દબાવ અને તેમની ખરાબ તબિયતને જોતા લાંબા સમયથી આની માંગ કરવામાં આવી રહી હતી. ક્રિકેટના નિયમ અનુસાર, રમતને વરસાદ અથવા ઓછી રોશનીના કારણે રોકવામાં આવી શકે છે. હાલમાં જ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ઘરેલૂ સિરીઝમાં મહેમાન ખેલાડીઓની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. પીટર હેન્ડસકામ્બ ભયંકર ગરમીના કારણે ડિહાઈડ્રેશનનો ભોગ બન્યો હતો અને તેનો 4.5 કિલો વજન ઘટી ગયું હતું. તે પછી ભારતના પ્રવાસે આવેલ શ્રીલંક ટીમ પણ ખરાબ હવામાનના કારણે મુશ્કેલીમાં મૂકાઈ હતી. દિલ્હી ટેસ્ટમાં તો ઘણી વાર રમત રોકવી પડી હતી.

લેટેસ્ટ ઉદાહરણ એશિઝ સિરીઝનું છે, જ્યાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને ગરમીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા સુધીની નોબત આવી ગઈ હતી. એશિઝની અંતિમ ટેસ્ટ દરમિયાન સિડની ક્રિકેટ મેદાનનું તાપમાન 43.4 ડિગ્રીથી વધારે સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આવી પરિસ્થિતિમાં ક્રિકેટ રમવાનું શરૂ રાખવાનું સંભવ હોતુ નહતું, પરંતુ એમ્પાયરો પાસે રમત રોકવા સંબંધી કોઈ નિયમ નહતા. આમ મેચ ખત્મ થાય તે પહેલા જ જો રૂટની તબિયત લથડી ગઈ હતી. તે પ્રજેન્ટેશનમાં પણ આવ્યો નહી અને પાછળથી તેને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.

આમ ઉપર જણાવેલી ઘટનાઓના કારણે આઈસીસી પર દબાણ વધી રહ્યું હતું કે, તેઓ ક્રિકેટના નિયમમાં પરિવર્તન કરે. આના કારણે એમસીસીની બેઠક થઈ અને અસહનીય ગરમીના કારણે મેચ રોકવાનો નિયમ બન્યો

 
First published: January 11, 2018
વધુ વાંચો
अगली ख़बर