નવી દિલ્હી : શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ સતત બે વન-ડે મેચ જીતી ચૂકી છે અને ચારેય તરફ કોચ રાહુલ દ્રવિડની (Rahul Dravid) ચર્ચા થઇ રહી છે. પ્રશંસકો માંગણી કરી રહ્યા છે કે દ્રવિડને સીનિયર ટીમની પણ જવાબદારી આપવામાં આવે. ભારતની મુખ્ય ટીમના કોચ રવિ શાસ્ત્રીનો (Ravi Shastri)કરાર આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ સુધીનો છે. જોકે અત્યાર સુધી કોઇપણ પ્રકારની આધિકારિક પૃષ્ટિ થઇ નથી કે તેમનો કોચ તરીકે કાર્યકાળ વધારવામાં આવશે કે નહીં. એવી અટકળો કરવામાં આવી રહી છે કે દ્રવિડ શાસ્ત્રીનું સ્થાન લઇ શકે છે. તમને જણાવી દઈએ કે 2017માં અનિલ કુંબલે (Anil Kumble)હટ્યા પછી રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે પદભાર સંભાળ્યો હતો.
એ વાતને લઇને ઇન્કાર ના કરી શકાય કે દ્રવિડ પાસે ભારતીય ટીમના કોચ માટે જરૂરી પ્રતિષ્ઠા અને અનુભવ છે. જોકે ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાને લાગતું નથી કે દ્રવિડ ભારતના કોચ બનવા જઈ રહ્યા છે. ભારતીય ટીમના સંભવિત કોચની યાદીમાં દ્રવિડનું નામ ચર્ચામાં હોય તેવો પ્રથમ વખત બન્યું નથી. કુંબલેના ગયા પછી દ્રવિડની ચર્ચા થઇ રહી હતી. જોકે ચાર વર્ષ પહેલા દ્રવિડે પોતાને કોચની રેસમાંથી દૂર રાખ્યા હતા.ચોપડાને લાગે છે કે આ વખતે પણ આવું જ થશે.
આાકાશ ચોપડાએ કહ્યું કે મને નથી લાગતું કે રાહુલ દ્રવિડ પોતાનું નામ લિસ્ટમાં નાખવા જઈ રહ્યા છે. જો રાહુલ કહે કે તે ભારતના કોચ બનવા માંગે છે તો ટક્કર થઇ શકે છે. જો તે હા પાડશે તો આ એક મજબૂત લડાઇ હશે.
" isDesktop="true" id="1116877" >
દ્રવિડે ગત વખતે પરિવાર સાથે વધારે સમય પસાર કરવાની આવશ્યકતા પર ભાર આપ્યો હતો અને ભારત-એ અને અંડર-19 ટીમ સાથે જોડાઇ રહ્યા હતા. શ્રીલંકા સામે ભારતે ફક્ત છ મેચની શ્રેણી રમવાની છે તેથી દ્રવિડ કોચ બનવાની ઓફરનો આસાનીથી સ્વીકાર કર્યો છે. જો દ્રવિડ કોચની રેસમાં સામેલ થશે તો શાસ્ત્રીને જોરદાર ટક્કર મળશે. જો દ્રવિડ ના પાડશે તો શાસ્ત્રી સામે અન્ય કોઇ ઉમેદવાર ટકી શકશે નહીં. એવો મારો મત છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર