સફળતાનું રહસ્ય બતાવી દઈશ તો મને IPLમાં કોઈ ખરીદશે નહીં: ધોની

સફળતાનું રહસ્ય બતાવી દઈશ તો મને IPLમાં કોઈ ખરીદશે નહીં: ધોની

હર્ષા ભોગલેએ ધોનીને પૂછ્યું હતું કે તમે દર વખતે ચેન્નાઈ સુપરકિંગ્સને પ્લે ઓફમાં કેવી રીતે પહોંચાડી દો છો. તેનું રહસ્ય શું છે?

 • Share this:
  આઈપીએલ-12ના 41માં મુકાબલામાં ચેન્નાઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે હરાવી પ્લે ઓફમાં સ્થાન બનાવી લીધું છે. ચેન્નાઈએ અત્યાર સુધી 11 મેચમાંથી 8 માં જીત મેળવી છે. વર્તમાન સિઝનમાં પ્લે ઓફમાં પહોંચનારી ચેન્નાઈ પ્રથમ ટીમ બની છે. મેચ પછી એક સવાલના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે મારી સફળતાનું રહસ્ય બતાવી દઈશ તો મને આગામી સિઝનમાં કોઇ ખરીદશે નહીં.

  મંગળવારે હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ શેન વોટ્સનના 96 રનની મદદથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં જીત સાથે ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચવાની ચર્ચાને બદલે ધોનીએ મેચ પછી આપેલ નિવેદનની ચર્ચા વધારે થઈ હતી.

  મેચમાં જીત પછી પ્રેઝનટેશન સેરેમનીમાં હર્ષા ભોગલેએ ધોનીને પૂછ્યું હતું કે તમે દર વખતે ચેન્નાઈ સુપરકિંગ્સને પ્લે ઓફમાં કેવી રીતે પહોંચાડી દો છો. તેનું રહસ્ય શું છે? ધોનીએ જવાબ આપતા કહ્યું હતું કે જો હું આ બધાને જણાવી દઈશ તો તે (ચેન્નાઈ)મને હરાજીમાં ખરીદશે નહીં. આ એક ટ્રેડ સિક્રેટ છે.

  આ પણ વાંચો - IPLનો સ્ટાર ખેલાડી હવે છે બહાર, લગ્ન પહેલા ડાયરેક્ટર પત્નીને કરતો હતો ડેટ  આ સવાલ પર ધોનીના ચહેરા ઉપર હાસ્ય જોવા લાયક હતું. ધોનીએ ટીમની સફળતા માટે સપોર્ટ સ્ટાફને પણ શ્રેય આપ્યો હતો. ધોનીએ કહ્યું હતું કે ટીમની જીતમાં દર્શકો અને સપોર્ટ સ્ટાફનો પણ મહત્વનો ફાળો રહે છે. જે ટીમનો માહોલ સારો રાખે છે. આ સિવાય હું કોઈ જ ખુલાસો કરી શકીશ નહીં. જ્યાં સુધી હું નિવૃત્ત ન થયું ત્યાં સુધી તો નહીં જ કરું.

  ચેન્નાઈ આ સિઝનમાં પોતાના હોમગ્રાઉન્ડમાં પાંચ મેચ રમ્યું છે અને પાંચેય મેચમાં જીત મેળવી છે.
  Published by:Ashish Goyal
  First published: