નવી દિલ્લી: વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા (Teame India) 18થી 22 જૂનની વચ્ચે ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC Final 2021)ની ફાઈનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા આ ઐતિહાસિક ફાઈનલ માટે જોરદાર તૈયારી કરી રહી છે.ભારતીય ખેલાડી ઈન્ટ્રા સ્ક્વોર્ડ પ્રેકટીસ મેચમાં બેટીંગ અને બોલીંગને ધાર આપી રહ્યા છે. પરંતુ આ પ્રેકટીસ મેચમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
ત્યારથી અટકળો શરૂ થઈ ગઈ છે કે, ભારતીય કેપ્ટન પણ ઐતિહાસિક ફાઇનલમાં બોલિંગ કરતો જોવા મળશે. પ્રેક્ટિસ મેચમાં કેપ્ટન વિરાટ કેપ્ટનમાં કોહલીએ કેએલ રાહુલને ઇનસિંગ ડિલિવરી કરી હતી. જેનો વીડિયો શેર કરતી વખતે બીસીસીઆઈએ ચાહકોને પૂછ્યું કે, આગળ શું થયું હશે. બીસીસીઆઈએ સ્ટેટ ડ્રાઇવ, ડિફેન્સ અને એલબીડબ્લ્યુ એમ ત્રણ વિકલ્પો પણ આપ્યા હતા.
Captain vs Captain at the intra-squad match simulation.
જો કોહલી ઐતિહાસિક ફાઈનલમાં બોલિંગ કરે છે, તો તે ચાહકો માટે કંઈ નવી રહેશે નહીં, કેમ કે કેપ્ટને ઘણી વખત બોલિંગમાં હાથ અજમાવ્યો છે. કોહલીએ 91 ટેસ્ટ મેચની 11 ઇનિંગ્સમાં 175 બોલ ફેંક્યાં છે. જોકે, તેને ટેસ્ટ ક્રિકેટમાં કોઈ સફળતા મળી નથી. પરંતુ વનડે અને ટી 20 ક્રિકેટનો સમાવેશ કરીને તેના નામે કુલ 8 વિકેટ છે. તેણે 48 વનડે ઇનિંગ્સમાં 641 બોલ અને 90 ટી -20 મેચની 12 ઇનિંગ્સમાં 146 બોલ ફેંકી દીધા હતા.
વિરાટ કોહલી પાસે કેપ્ટન તરીકે પ્રથમ આઈસીસી ટ્રોફી જીતવાની તક છે. એક દાયકાથી વધુ સમયથી તેણે કેપ્ટન તરીકેની કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. 2008 માં તેમની કપ્તાની હેઠળ અંડર -19 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર