IND vs PAK: ભારત-પાકિસ્તાનની એ મેચ, જેમાં મિયાદાદે તોડ્યા હતા કરોડો ભારતીયોના દિલ

IND VS PAK WT20 જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ ટી-20માં મેચ રમાવાની છે ત્યારે જાણો શું છે આ વર્લ્ડકપનો ઈતિહાસ

ICCWT20 IND VS PAK : ટી-20 વર્લ્ડ કપ 2021નો (ICC WT20) આજથી પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ ભારતીય ચાહકો 24 ઓક્ટોબરે થનારી ભારત-પાકિસ્તાનની (WT20 IND VS PAK) મેચની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે ત્યારે વાંચો એ યાદગાર મેચ વિશે જેમાં ભારતની થઈ હતી હાર

  • Share this:
    નવી દિલ્હી : ટી-20 વર્લ્ડ કપ 2021નો (ICC WT20) આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે યજમાન ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)છે. પરંતુ કોરોનાને કારણે આ ટુર્નામેન્ટ યુએઈ અને ઓમાનમાં રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઓમાન અને પાપુઆ ન્યુ ગિની ( Oman VS Papua New Guinea) વચ્ચે મસ્કતમાં રમાશે. 24 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચની ભારતીય (IND VS PAK ICC WT20) ચાહકો દ્વારા સૌથી વધુ રાહ જોવાઈ રહી છે. તેમના માટે આ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ છે. આમ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ખટાશના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચો ઘટાડી દેવાઈ છે. તેથી આ બંને ટીમો જ્યાં પણ અને જ્યારે પણ આમને સામને આવે, ત્યારે ક્રિકેટનો રોમાંચ અનેક ગણો વધી જાય છે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ ગ્રાઉન્ડમાં દુશ્મનાવટનો લાંબો ઇતિહાસ છે અને યુએઈમાં પણ બંને દેશો વચ્ચે અનેક ઐતિહાસિક મુકાબલા થયા છે.

    આવી જ એક રોમાંચક મેચ 1986માં રમાઈ હતી. ત્યારે જાવેદ મિયાંદાદએ ચેતન શર્માના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને લાખો ભારતીયોના દિલ તોડી નાખ્યા હતા. જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે મિયાંદાદે તેના બેટથી નહીં, પરંતુ વસીમ અકરમના બેટથી સિક્સર ફટકારી હતી. અકરમે એક ઇન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો હતો.

    શ્રીકાંત અને સુનીલ ગાવસ્કરે ભારતને મેચની શાનદાર શરૂઆત અપાવી હતી

    ઓસ્ટ્રેલિયા કપની અંતિમ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે શારજાહમાં 18 એપ્રિલ, 1986ના રોજ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 245 રન કર્યા હતા. શ્રીકાંત અને સુનીલ ગાવસ્કરે ભારતને મેચની શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 117 રન જોડ્યા હતા. આ જ શરૂઆતમાં ભારતે પાકિસ્તાન સામે સારો સ્કોર કર્યો હતો. ભારતના ટોપ-3 બેટ્સમેનોએ તે મેચમાં અડધી સદી ફટકારી હતી.

    ભારતે તે મેચમાં 245 રન કર્યા

    શારજાહમાં 200થી વધુ રનનો પીછો કરવો સરળ નહોતો અને ભારતે સ્કોરબોર્ડ પર 245 રન આપ્યા હતા. જવાબમાં પાકિસ્તાને પણ 61 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાની બેટ્સમેનો એક-એક રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય તેવું લાગતું હતું.

    આ પણ વાંચો : T20 World Cup: 5 વર્ષ પછી T-20માં આમને સામને આવશે IND VS PAK,મેચ પહેલાં જ પાકને પડી ચુક્યો છે એક ફટકો

    મિયાંદાદે એક છેડો સંભાળી રાખ્યો હતો. પરંતુ તેઓ પણ મોટા શોટ્સ રમી શક્યા ન હતા. પાકિસ્તાને 200 રનમાં 5 વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાને ઝડપથી રન બનાવવાની જરૂર હતી. ત્યારબાદ મિયાંદાદે ડ્રેસિંગ રૂમમાંથી વસીમ અકરમનુ ભારે બેટ મંગાવ્યુ અને તેનાથી રમવા લાગ્યો

    મિયાંદાદે પાકિસ્તાનને છગ્ગો મારી વિજય અપાવ્યો

    આ દરમિયાન ઇમરાન ખાન અને મંઝુર ઇલાહી પણ આઉટ થયા હતા. હવે દેશને જીત અપાવવાની જવાબદારી સદી પૂરી કરી ચૂકેલા મિયાંદાદ પર હતી. તેઓએ મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી લીધી. પાકિસ્તાનને છેલ્લા બોલ પર જીતવા માટે ચોગ્ગાની જરૂર હતી અને મિયાંદાદ સ્ટ્રાઇક પર હતો અને બોલ ચેતન શર્માના હાથમાં.

    આ પણ વાંચો : T20 World Cup: પાકિસ્તાન ટીમના કોચનું ભારત સામે મેચ પહેલાં રાજીનામું, 'માસ્તરે' પરીક્ષા પહેલાં 'વિદ્યાર્થીઓ'ને રઝળાવ્યા

    તેણે છેલ્લો બોલ યોર્કર ફેંકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે ફૂલટોસ થઈ ગયો. સદી ફટકારનાર મિયાંદાદે આ તક ના ગુમાવી મિડ વિકેટ પર સીધો છગ્ગો ફટકારીને પાકિસ્તાનને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. આ એક છગ્ગા સાથે મિયાંદાદ પાકિસ્તાન ક્રિકેટનો નવો સ્ટાર બની ગયો હતો અને આ મેચ ઇતિહાસના પાનામાં છપાઈ હતી.
    Published by:Jay Mishra
    First published: