WTC Final 2021: વરસાદના વિઘ્નથી ICC નિશાના પર, દિગ્ગજ ક્રિકેટરોએ કાઢી આવી ભડાસ

WTC Final 2021: વીરેન્દ્ર સહેવાગ, સુનીલ ગાવસ્કર અને કેવિન પીટરસને આઇસીસી પર સાધ્યું નિશાન

WTC Final 2021: વીરેન્દ્ર સહેવાગ, સુનીલ ગાવસ્કર અને કેવિન પીટરસને આઇસીસી પર સાધ્યું નિશાન

  • Share this:
    અમદાવાદ. ક્રિકેટપ્રેમીઓ (Cricket Lovers) પર અત્યારે આભ ફાટી ગયું છે, કારણે જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (World Test Championship Final)ના પહેલા દિવસથી વરસાદ વિઘ્ન બની ગયો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand)ની વચ્ચે આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં સોમવારે એટલે કે 21 જૂને પણ વરસાદે ખલેલ પાડી. આ કારણે ચોથો દિવસે એક પણ બોલ ન નંખાયો. વરસાદ રોકાવાનું નામ ન લેતા અમ્પાયરોએ ટી બ્રેકના સમયની આસપાસ સ્ટમ્પ્સની જાહેરાત કરી દીધી. નોંધનીય છે કે, મેચનો પહેલો દિવસ એટલે કે 18 જૂને પણ વરસાદને કારણે રમત શરૂ થઈ શકી નહોતી.

    WTC Final 2021 જેવી મહત્ત્વપૂર્ણ મેચના બે દિવસ વરસાદને કારણે ધોવાઈ જતાં સોશિયલ મીડિયા (Social Media) ઉપર ક્રિકેટપ્રેમીઓએ પોતાનો ગુસ્સો અને ભડાસ કાઢી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સે સૌથી વધુ મજાબ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ઉડાવી હતી. આ ઉપરાંત ભારતના દિગ્ગજ ક્રિકેટરોએ પણ પોતાની લાગણી સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરી.

    આ પણ વાંચો, આપના ફાઇનાન્સિયલ સ્ટ્રેસને આવી રીતે દૂર કરો, ખૂબ જ ઉપયોગી છે આ TIPS

    ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)એ કહ્યું કે, આ મેચ બીજા કોઈ સ્થળે ફરીથી રમાડવી જોઈએ. આઇસીસીને તેના વિશે નિર્ણય લેવો જોઈએ. વર્લ્ડ કપ માટે વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે તો આ વખતે પણ કંઈ વિચારવા જેવું હતું.

    બીજી તરફ, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન (Kevin Pietersen)એ પણ આ મેચને બ્રિટનમાં યોજવા પર સવાલ ઊભો કર્યો છે. પીટરસને ટ્વીટમાં લખ્યું કે, એવું કહેતા મને પીડા થઈ રહી છે પરંતુ કોઈ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મેચ બ્રિટનમાં ન યોજાવી જોઈએ. પીટરસનનું માનવું છે કે ફાઇનલ જેવી મેચ એવા સ્થળે રમાવવી જોઈએ જ્યાં હવામાન સાથે જોડાયેલી અડચણોની શક્યતા નહીંવત હોય.





    ભારતના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ (Virendra Sehwag)એ પણ આઇસીસી પર નારાજગી વ્યક્ત કરી છે. સહવાગે ટ્વીટ કર્યું કે, ન તો બેટ્સમેનને યોગ્ય ટાઇમિંગ મળ્યું અને ન તો આઇસીસીને.

    આ પણ વાંચો, CBSE 12th Board Exam 2021: 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે ધો-12ની વૈકલ્પિક પરીક્ષાઓ


    આ દરમિયાન એક યૂઝરે આઇસીસી તુલના બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સાથે કરી છે. યૂઝરે ટ્વીટરના માધ્યમથી કહ્યું કે, આઇસીસી અને શ્રદ્ધા કપૂરની વચ્ચે એક બાબત કોમન છે, બંનેને વરસાદ ખૂબ પસંદ છે.
    Published by:Mrunal Bhojak
    First published: