ન્યૂઝ18 ગુજરાતી : ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ ફાઇનલમાં ફરી એકવાર ફિલ્ડ અમ્પાયરની અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવવામાં આવ્યા. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરી અને તેની ઇનિંગમાં કુમાર ધર્મસેના અને મારેયસ એરામસે ત્રણ ખોટા નિર્ણય લીધા, જેની કિંમત ન્યૂઝીલેન્ડને ટાઇટલથી હાથ ધોઇને ચૂકવવી પડી. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી ટાઈ મેચમાં મેજબાન ઈંગ્લેન્ડે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાના કારણે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો.
ન્યૂઝીલેન્ડની ઈનિંગની ત્રીજી ઓવરમાં હેનરી નિકોલ્સને ધર્મસેનાએ એલબીડબલ્યૂ આઉટ કરાર કર્યો હતો. જોકે, રિવ્યૂ બાદ તે નોટઆઉટ કરાર કરવામાં આવ્યો હતો, કારણ કે બોલ સ્ટમ્પની ઉપરથી જઈ રહી હતી. ત્યારબાદ 23મી ઓવરમાં મારેયસ એરામસે માર્ક વુડના બોલ પર રોસ ટેલરને એલબીડબલ્યૂ કરાર કર્યો, જોકે, રિવ્યૂમાં સ્પષ્ટ હતું કે બોલ સ્ટમ્પની ઉપરથી જઈ રહ્યો હતો. જોકે, માર્ટિન ગપ્ટિલે પહેલા જ ન્યૂઝીલેન્ડનો રિવ્યૂ ગુમાવી દીધો જેના કારણે ટેલરને તેને પેવેલિયન જવું પડ્યું.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી સેમીફાઇનલ મેચમાં પણ ધર્મસેના પોતાના ખોટા નિર્ણયના કારણે નિશાને પર આવી ચૂક્યા છે. 20મી ઓવરમાં તેઓએ પેટ કમિન્સના બોલ પર ઇન્જેસન રોયે પુલ શોટ રમવાના પ્રયાસ કર્યો અને બોલ વિકેટકિપર એલેક્સ કૈરીના હાથમાં ગયો. અમ્પાયર ધર્મસેનાએ તેને આઉટ કરાર કર્યો. ઈન્જેસન રોય રિવ્યૂ પણ ન લઈ શક્યો, કારણ કે એકમાત્ર રિવ્યૂ તેના પાર્ટનર જોની બેયરસ્ટો ઉપયોગ કરી ચૂક્યો હતો. જેસન રોય આઉટ થયા બાદ ખૂબ નારાજ જોવા મળ્યો હતો અને અમ્પાયરથી ચર્ચા કરતો જોવા મળ્યો હતો. જ્યારે રિપ્લે જોયો તો બોલ અને બેટ વચ્ચે સંપર્ક નથી થયો. બોલ ઘણો દૂરથી ગયો હતો. અમ્પાયરથી બોલાચાલી કરવાના કારણે રોયને બે ડીમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા અને સાથે જ મેચની 30 ટકા ફીનો દંડ ફટકારાયો હતો.