T20 World Cup 2024 : બેઝબોલ પ્રેમી આ દેશ 2024માં પહેલીવાર કો-હોસ્ટ કરશે ટી-20 વર્લ્ડ કપ

T20 World Cup 2024નું સંયુકત્ત આયોજન એવા દેશમાં થશે જ્યાં બેઝબો જ પ્રચલિત છે.

T20 World Cup 2024 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (International Cricket Council) મંગળવારે 2024-2031 સુધીની ટૂર્નામેન્ટ (Cricket Tournaments)ના 14 મેજબાન દેશોના નામો જાહેર કર્યા છે.

  • Share this:
    ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (International Cricket Council) મંગળવારે 2024-2031 સુધીની ટૂર્નામેન્ટ (Cricket Tournaments)ના 14 મેજબાન દેશોના નામો જાહેર કર્યા છે. આ લીસ્ટમાં અમેરિકાનું નામ સામેલ થતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ICCએ જાહેરાત કરી છે કે યુનાઈટેડ સ્ટેટ્સ વર્ષ 2024માં તેની પહેલી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ કો-હોસ્ટ (First Cricket Tournament in USA) કરશે. જે મેન્સ ટી-20 વર્લ્ડ કપ (Men’s T-20 World Cup) નો જ એક ભાગ હશે. બેઝબોલ પ્રેમી (Baseball Lover) દેશ અમેરિકા, જે ક્યારેય T20 અથવા 50-ઓવરના વર્લ્ડ કપમાં જોવા મળ્યો નથી, તે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સાથે મળીને આ ટૂર્નામેન્ટનું આયોજન કરશે.

    બેઝબોલના ઉદયથી આથમ્યું  ક્રિકેટ :એક સમય હતો જ્યારે 19મી સદીમાં અમેરિકામાં ક્રિકેટની રમત પણ અન્ય દેશોની જેમ ખૂબ લોકપ્રિય હતી. પરંતુ ઘણી વખત યુએસની રાષ્ટ્રીય રમત કહેવાતા બેઝબોલના ઉદય સાથે જ દેશમાં ક્રિકેટની મોટાભાગે અવગણના કરવામાં આવતા ક્રિકેટનો સૂરજ આથમી ગયો હતો.

    જ્યારે બે વખત T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝે 2012માં ફ્લોરિડાના ફોર્ટ લોડરડેલમાં સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય મેચ રમવાની શરૂઆત કરી હતી.

    આ પણ વાંચો : અનુષ્કા શર્માએ શેર કરી ગ્રીન બિકિની પહેરેલી તસવીર, વિરાટ કોહલીએ આપ્યું આવું રિએકશન

    2031 સુધીની ટૂર્નામેન્ટના મેજબાન જાહેર

    ICCએ વર્ષ 2031 સુધીની તેમની તમામ મેન્સની વ્હાઇટ-બોલ ઈવેન્ટ માટેના યજમાનોની જાહેરાત કરી દીધી છે. સુરક્ષાના કારણોસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી ત્રસ્ત પાકિસ્તાન 2025માં 50-ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી માટે મેજબાની કરશે. જે 1996માં ભારત અને શ્રીલંકાની સાથે મેન્સ ODI વર્લ્ડ કપના આયોજન પછી પાકિસ્તાનમાં રમાનાર પ્રથમ મોટી વૈશ્વિક ક્રિકેટ ટુર્નામેન્ટ હશે.

    આ પણ વાંચો :  Chess Champion વિશ્વનાથન આનંદ પર બનશે બાયોપિક, ચેસ ચેમ્પિયનનો રોલ કરી શકે છે આ અભિનેતા

    નામિબીયા પહેલીવાર કરશે ટૂર્નામેન્ટની મેજબાની

    UAEમાં તાજેતરમાં જ યોજાયેલ વર્લ્ડ કપમાં પ્રથમ T20 ટૂર્નામેન્ટમાં સુપર 12 સ્ટેજમાં પહોંચનાર નામિબિયા પણ પ્રથમ વખત યજમાન બનશે. નામિબિયા 2027 ODI વર્લ્ડ કપને દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે મળીને હોસ્ટ કરશે. તેમણે છેલ્લે આ ઇવેન્ટને વર્ષ 2003માં કો-હોસ્ટ કરી હતી. જ્યારે આયરલેન્ડ અને સ્કોટલેન્ડ વર્ષ 2030માં ઇંગ્લેન્ડ સાથે મળીને ટી-20 વર્લ્ડ કપ કો-હોસ્ટ કરશે.

    આવું રહેશે ટૂર્નામેન્ટ શિડ્યૂલ

    ટી-20 વર્લ્ડ કપ 2022

    2024 – વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકા

    2026 – ઈન્ડિયા, શ્રીલંકા

    2028 – ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ

    2030 – ઇંગ્લેન્ડ, આયરલેન્ડ, સ્કોટલેન્ડ

    ODI 50-ઓવર વર્લ્ડ કપ માટે કંઇક આવું રહેશે ટાઇમ ટેબલ

    2027 – સાઉથ આફ્રિકા, ઝીમ્બાબ્વે, નામિબિયા

    2031 – ઇન્ડિયા, બાંગ્લાદેશ

    50- ઓવર ચેમ્પિયન્સ ટ્રોફી

    2025 – પાકિસ્તાન

    2029 – ઈન્ડિયા
    First published: