વર્લ્ડ કપ : શું કોચ રવિ શાસ્ત્રી પર ગુસ્સે થયો હતો વિરાટ કોહલી?

વર્લ્ડ કપ : શું કોચ રવિ શાસ્ત્રી પર ગુસ્સે થયો હતો વિરાટ કોહલી?
કોચ સાથે વાતચીત કરી રહેલો વિરાટ

મેચ દરમિયાન વિરાટ કોહલી ખૂબ જ અસ્વસ્થ નજરે પડ્યો હતો. તે ડ્રેસિંગ રૂમમાંથી ઝડપથી બહાર નીકળ્યો હતો.

 • Share this:
  આઈસીસી વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની રમત દરમિયાન વિરાટ કોહલી કોચ રવિ શાસ્ત્રી પર ગુસ્સે ભરાયો હતો? શું કેપ્ટન ઋષભ પંતના દેખાવથી ખુશ ન હતો? દરેક ક્રિકેટ પ્રેમીઓ આ ચવાલોનો જવાબ ઇચ્છી રહ્યો છે. હકીકતમાં બુધવારે પંત જ્યારે સેમિ ફાઇનલમાં આઉટ થયો ત્યાર બાદ સ્ક્રિન પર વિરાટ કોહલી અને શાસ્ત્રી વાતચીત કરતા નજરે પડ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે પંત જેવી રીતે આઉટ થયો હતો તેનાથી કેપ્ટન વિરાટ નારાજ હતો. પરંતુ વિરાટ કોહલીએ આ વાત પર સ્પષ્ટતા કરી છે. વિરાટનું કહેવું છે કે તે કોઈ મુદ્દે શાસ્ત્રી સાથે વાતચીત કરી રહ્યો હતો.

  વિરાટનો ખુલાસો  મેચ બાદ વિરાટ કોહલીને જ્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે શું તે ખરેખર નારાજ હતો અને શાસ્ત્રી સાથે શું વાતચીત કરી રહ્યો હતો. જવાબમાં કોહલીએ કહ્યુ કે આવું કંઈ જ ન હતું. તે શાસ્ત્રીને એવું જણાવી રહ્યો હતો કે આ પ્રકારની ચેઝમાં ટીમે મિની ટાર્ગેટ ધ્યાનમાં રાખવો જોઈએ. પંત અંગે વિરાટે કહ્યું કે હાલ તે યુવા છે, તેને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો છે.  શાસ્ત્રી-વિરાટ વચ્ચે શું થયું હતું?

  મેચ દરમિયાન વિરાટ કોહલી ખૂબ જ અસ્વસ્થ નજરે પડ્યો હતો. તે ડ્રેસિંગ રૂમમાંથી ઝડપથી બહાર નીકળ્યો હતો. બહાર બેઠેલા ટીમના કોચ રવિ શાસ્ત્રી સાથે તે ગુસ્સામાં વાતચીત કરતો નજરે પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે પંતના આઉટ થવાની રીત અંગે વાતચીત કરી રહ્યો હતો.

  પંત કેવી રીતે આઉટ થયો?

  ઋષભ પંતને ન્યૂઝીલેન્ડના સ્પિનર મિચેલ સેન્ટનરે આઉટ કર્યો હતો. ભારતીય રમતની 22મી ઓવર સેન્ટનરે નાખી હતી. તેણે પ્રથમ ચાર બોલ ડોટ નાખ્યા હતા. જેનાથી પંત થોડો પરેશાન થયો હતો. પાંચમા બોલને પંગે રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ ડી ગ્રેંડહોમ પાસે ગયો હતો અને તેણે સરળ કેચ કરી લીધો હતો. પંત ઉતાવળ કરવામાં આઉટ થયો હતો. આના પર ક્રિકેટરોના જાણકારોએ પણ સવાલ ઉઠાવ્યાં હતાં.
  First published:July 11, 2019, 11:14 am

  टॉप स्टोरीज