આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક સદીઓ ફટકારનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની આઈસીસી વર્લ્ડ કપ 2019ની સફર ખૂબ શાનદાર રહી. જોકે, તે પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલની જેમ જ ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં 'યુદ્ધ' હારી ગયો હતો. અત્યાર સુધી આઈપીએલની કોઈ ટૂર્નામેન્ટમાં કે પછી વૈશ્વિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોહલીનો જાદુ ચાલ્યો નથી.
આઈપીએલમાં કોહલી પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ચેમ્પિયન બનાવી શક્યો નથી. વર્લ્ડ કપમાં પણ તેના પર લાગેલો ચોકર્સનો થપ્પો તે હટાવી શક્યો નથી. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં હાલના સમયમાં દુનિયાન સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ એવા વિરાટ કોહલી પાસે બેટ્સમેન્ટ તરીકે જ નહીં પરંતુ એક શ્રેષ્ઠ કેપ્ટન તરીકે પોતાની જાતને સાબિત કરવાનો આ સૌથી સારો મોકો હતો. જોકે, તે ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલ મેચમાં ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
મોટી મેચમાં વિરાટનું પ્રદર્શન ખાસ નથી રહ્યું
આ પહેલા કોહલીએ 2011 વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં પાકિસ્તાન સામે ફક્ત નવ રન બનાવ્યા હતા. જે બાદમાં 2015 વર્લ્ડ કેપમાં તે ઓસ્ટ્રેલિયા સામે ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ મેચમાં ફાસ્ટ બોલર મિચેલ જોનસને તેને કેચ આઉટ કરાવ્યો હતો.
વિરાટ કોહલીએ વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં 12.16ની સરેરાશથી ફક્ત 73 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 56.15 રહ્યો છે, જે ખરેખર શરમજનક છે. કોહલી પાસે કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોનીની ક્લબમાં સામેલ થવાનો ખૂબ સારો મોકો હતો. 1983માં કપિલ દેવે પ્રથમ વખત ભારતને વિશ્વ કપ જીતાવ્યો હતો. તેના 28 વર્ષ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2011માં ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું. તેના 8 વર્ષે બાદ વિરાટ ભારતને ત્રીજો વર્લ્ડ કપ જીતાવી શક્યો ન હતો.
પ્રશંસકોની આશા પર ખરો ન ઉતર્યો કોહલી
2017માં કોહલીએ ઇંગ્લેન્ડમાં રમાયેલા મિની વર્લ્ડ કપ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. આથી ભારતીય પ્રશંસકોને આશા હતી કે આ વખતે કોહલી ભારતને વર્લ્ડ કપ જીતાડશે. પરંતુ પરિણામ તેનાથી અલગ જ આવ્યું છે. વિરાટનું બેટ મોટી રમતોમાં શાંત રહ્યું અને ભારત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર