મોટી મેચોમાં ફ્લોપ રહે છે કોહલી, ખુલી જાય છે બેટિંગની પોલ

News18 Gujarati
Updated: July 10, 2019, 6:35 PM IST
મોટી મેચોમાં ફ્લોપ રહે છે કોહલી, ખુલી જાય છે બેટિંગની પોલ
મોટી મેચોમાં ફ્લોપ રહે છે કોહલી, ખુલી જાય છે બેટિંગની પોલ

કોહલી વર્લ્ડ કપના નોકઆઉટમાં ફરી એક વખત ફ્લોપ સાબિત થયો

  • Share this:
આઈસીસી વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ભારતને જીતવા માટે 240 રનનો પડકાર આપ્યો છે. જવાબમાં ભારતનો ટોપ ઓર્ડર સાવ ફ્લોપ રહ્યો હતો. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ 1-1 રને આઉટ થયા હતા. ભારતે 24 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. સદીઓ ફટકારવામાં નિષ્ણાત વિરાટ કોહલી ફક્ત 1 રન બનાવી આઉટ થયો હતો. કોહલી વર્લ્ડ કપના નોકઆઉટમાં ફરી એક વખત ફ્લોપ સાબિત થયો છે.

વિરાટ કોહલી આ વર્લ્ડ કપ પહેલા 2015 અને 2011ના વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ હતા. અત્યાર સુધી કોહલી પાંચ નોકઆઉટ મુકાબલા રમી ચૂક્યો છે પણ તેના આંકડા ઘણા ખરાબ છે. આ પાંચ નોકઆઉટ મેચની ઇનિંગ્સમાં કોહલીએ 14.40ની એવરેજથી ફક્ત 72 રન બનાવ્યા છે. તે ફક્ત એક જ વખત 30થી વધારે રન બનાવવામાં સફળ રહ્યો છે. તે ત્રણ વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં રમવા ઉતર્યો છે અને ફક્ત 3.67ની એવરેજથી 11 રન બનાવ્યા છે. 2011માં પાકિસ્તાન સામેના મુકાબલામાં તે 9 રન બનાવી આઉટ થયો હતો. 2015માં ઓસ્ટ્રેલિયા સામે 1 રન બનાવી અને 2019માં ન્યૂઝીલેન્ડ સામે 1 રન બનાવી આઉટ થયો હતો.

આ પણ વાંચો - રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં ફક્ત 2 મેચ રમીને નંબર 1 વન બન્યો

પંતે બનાવ્યા કોહલીથી વધારે રન
રિષભ પંતે પોતાની પ્રથમ સેમિ ફાઇનલમાં 32 રન બનાવ્યા છે. તે વિરાટ કોહલીના ત્રણ સેમિ ફાઇનલ મુકાબલા કરતા વધારે રન બનાવી ચૂક્યો છે. કોહલીએ ત્રણ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ફક્ત 11 રન બનાવ્યા છે.
First published: July 10, 2019, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading