Home /News /sport /હાર બાદ ભારતીય ટીમમાં તડાં, વિરાટ અને રોહિતના જૂથમાં વહેંચાયા ખેલાડીઓ!

હાર બાદ ભારતીય ટીમમાં તડાં, વિરાટ અને રોહિતના જૂથમાં વહેંચાયા ખેલાડીઓ!

ટીમ ઇન્ડિયા

અમુક ખેલાડીઓ હાર માટે કોચને જવાબદાર ગણાવી રહ્યા છે, જ્યારે અનેક લોકો વિરાટની કેપ્ટનશીપથી ખુશ નથી.

ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપ 2019માં સેમિ ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં તડાં પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેલાડીઓ બે જૂથમાં વહેંચાય ગયા છે. બંને જૂથના ખેલાડીઓ એકબીજા પર હારનું ઠીકરું ફોડી રહ્યા છે. અમુક ખેલાડીઓ હાર માટે કોચને જવાબદાર ગણાવી રહ્યા છે, જ્યારે અનેક લોકો વિરાટની કેપ્ટનશીપથી ખુશ નથી.

ફક્ત કોચ અને કેપ્ટનનું ચાલે છે

દૈનિક જાગરણના જણાવ્યા પ્રમાણે ખેલાડીઓ એ વાતથી નારજ છે કે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી એકલા જ બધા નિર્ણયો લે છે. આ બંને ટીમના અન્ય સભ્યો સાથે ક્યારેય ચર્ચા વિચારણા કે તેમની સલાહ લેતા નથી. વર્તમાનપત્રએ દાવો કર્યો છે કે ડરને કારણે ખેલાડીઓ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીનો વિરોધ નથી કરી રહ્યા. અમુક ખેલાડીઓનું માનવું છે કે વર્લ્ડ કપ 2019માંથી ભારતીય ટીમનું બહાર થવાનું કારણ વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની એકતરફી વિચારસરણી છે, જે તેઓ અન્ય ખેલાડીઓ પર થોપે છે.

વિરાટ Vs રાહુલ

રિપોર્ટ પ્રમાણે, હાલ ટીમ બે જૂથમાં વહેંચાય ગઈ છે. એક જૂથ વાઇસ-કેપ્ટન રોહિત શર્મા સાથે છે, બીજું વિરાટ કોહલીનું સમર્થન કરે છે. જે ખેલાડીઓને વિરાટના ગમતા હોય છે તેમનું સ્થાન ટીમમાં નક્કી જ માનવામાં આવે છે, પરંતુ જે ખેલાડીઓ રોહિતને પસંદ કરે છે તેમને ટીમમાં સ્થાન મળશે કે નહીં તે નક્કી નથી હોતું. રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓને પોતાના પ્રદર્શનના આધારે ટીમમાંથી બહાર નથી કરી શકાતા પરંતુ તેના સિવાય એ જ ખેલાડીઓને મોકો આપવામાં આવે છે જે વિરાટના જૂથ સાથે છે. એવો જ એક ખેલાડી એએલ રાહુલ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલનું પ્રદર્શન કેવું પણ હોય તે ટીમમાં બની રહેશે. તે ટીમમાં પરત ન આવે ત્યાં સુધી તેને મોકો આપવામાં આવે છે.



ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કોચ અને કેપ્ટનથી પરેશાન છે. સમાચાર છે કે ખેલાડીઓ કોચ અને કેપ્ટનની વિદાયની રાહ જોઈ રહ્યા છે. એક ખેલાડી તરીકે વિરાટ કોહલીને તમામ ખેલાડીઓ પસંદ કરે છે, જોકે કેપ્ટન તરીકે ખેલાડીઓ તેને પસંદ કરતા નથી.

રાયડૂને પસંદ કરવામાં આવતો ન હતો

અંબાતી રાયડૂને ટીમમાંથી બહાર કરવા અંગે કહેવામાં આવ્યું કે તેને ટીમમાંથી બહાર કરવાનું બહાનું શોધવામાં આવી રહ્યું હતું. રિપોર્ટમાં ખેલાડીના હવાલેથી જણાવાયું કે રાયડૂને તો બહાર જ કાઢવાનો હતો પરંતુ તેના ખરાબ પ્રદર્શનની રાહ જોવામાં આવી રહી હતી.
First published:

Tags: ICC Cricket World Cup 2019, રવિ શાસ્ત્રી, રોહિત શર્મા, વિરાટ કોહલી