વર્લ્ડ કપ 2019: 16મી જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

 • Share this:
  ભારત વિશ્વકપ 2019માં પોતાની પહેલી મેચ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ કરશે, જ્યારે ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સાથે ભારતની ટક્કર 16 જૂને થશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આજે આની જાણકારી આપી છે. વિશ્વકપ 2019 યૂનાઈટેડ કિંગડમ (યૂકે)માં 30 મેથી 14 જુલાઈ વચ્ચે રમાશે અને ભારત પોતાના અભિયાનની શરૂઆત પાંચ જૂને કરશે, કેમ કે બીસીસીઆઈને લોઢા કમિટીની ભલામણો અનુરૂપ આઈપીએલ અને આંતરાષ્ટ્રીય મેચ વચ્ચે 15 દિવસનો અંતર અનિવાર્ય અંતર રાખવાનું છે. આ બાબતે આજે કોલકાતામાં આઈસીસી મુખ્ય કાર્યકારીઓની બેઠકમાં ચર્ચા થઈ.

  બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાના શર્ટે પીટીઆઈને કહ્યું, 'આવનાર વર્ષે આઈપીએલ 29 માર્ચથી 19 મે વચ્ચે રમાશે પરંતુ અમારે 15 દિવસનો અંતર રાખવું પડશે અને વિશ્વકપ 30 મેથી શરૂ થશે.' તે માટે 15 દિવસનો અંતર રાખવા માટે અમે પાંચ જૂને જ પહેલી મેચ રમી શકીએ છીએ. આનાથી પહેલા અમારે બે જૂને પહેલી મેચ રમવાની હતી, પરંતુ અમે તે દિવસે રમી શકીએ નહી. અધિકારીએ પહેલા કહ્યું હતું કે, મેચ ચાર જૂને થવાની છે, પરંતુ પાછળથી તેમને કહ્યું આમાં સુધાર કરવામાં આવ્યો છે. "આપણે સૌથી પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમવાની રહેશે, સીઈઓ આના પર સહમત થઈ ગયા અને આ બાબતને આઈસીસી બોર્ડ પાસે મોકલી દેવામાં આવી છે."

  ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 16 જૂને મેનચેસ્ટરમાં રમાશે. ભારતે વિશ્વકપમાં હંમેશા પાકિસ્તાનને હરાવ્યું છે. રસપ્રદ વાત તે છે કે, આનાથી પહેલા આઈસીસીના વિભિન્ન ટૂર્નામેન્ટોની શરૂઆત ભારત-પાકિસ્તાનના મુકાબલાથી થતી હતી, કેમ કે આનાથી સ્ટેડિયમમાં બેસવાની જગ્યા પણ રહેતી નહતી એટલા પ્રેશકો ઉમટીપડતા હતા. વિશ્વકપ 2015માં ઓસ્ટ્રેલિયા (એડિલેટ) અને ચેમ્પિયન્સ ટ્રોફી 2017 (બર્મિંગહામ)માં પણ એવું જ થયું. અધિકારીએ કહ્યું કે, "પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂઆતમાં મુકાબલો થશે નહી. આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન (વિશ્વકપ 1992ની જેમ બધી ટીમો એક-બીજા સાથે રમશે) આધાર પર થશે."

  જે અન્ય નિર્ણય કરવામાં આવ્યા જેમાં 2019-23ના પાચં વર્ષ માટે ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ (એફટીપી) પણ સામેલ છે. અધિકારીએ કહ્યું, જેવો અમે નિર્ણય લીધો છે, ભારત આ દરમિયાન બધા જ ફોર્મેટમાં વધુમાં વધુ 309 દિવસ આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. આ પાછલા પાંચ વર્ષના ચક્રથી 92 દિવસ ઓછા છે.

  તેમને કહ્યું, "જોકે ઘરેલૂ ટેસ્ટ મેચોની સંખ્યા વધીને 15થી 19 થશે. આ બધી જ ટેસ્ટ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હશે." તેની પણ પુષ્ટી થઈ ગઈ છે કે, ભારત હાલમાં કોઈ જ ડે-નાઈટ ટેસ્ટ રમશે નહી, કેમ કે આ મેચ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે નહી.

  અધિકારીએ કહ્યું, "આઈસીસ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની બધી જ ટેસ્ટ મેચ દિવસમાં લાલ બોલથી રમવામાં આવશે. આવી સ્થિતિમાં ગુલાબી બોલતી ટેસ્ટ મેચ રમવાનો કોઈ જ મતલબ રહેતો નથી."
  Published by:Mujahid Tunvar
  First published: