ઉજવણી દરમિયાન કેમ ભાગી ગયા ઇંગ્લેન્ડના બે ખેલાડી, જુઓ VIDEO

News18 Gujarati
Updated: July 15, 2019, 3:48 PM IST
ઉજવણી દરમિયાન કેમ ભાગી ગયા ઇંગ્લેન્ડના બે ખેલાડી, જુઓ VIDEO
ઉજવણી દરમિયાન કેમ ભાગી ગયા ઇંગ્લેન્ડના બે ખેલાડી, જુઓ VIDEO

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે

  • Share this:
યજમાન ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવી પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. લોર્ડ્સના મેદાન ઉપર રમાયેલ રોમાંચક મુકાબલો સુપર ઓવરમાં પણ ટાઇ રહ્યો હતો. આ પછી બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડમાં ઉજવણીનો માહોલ છે. ટ્રોફી હાથમાં આવતા જ ટીમે મેદાન ઉપર ઉજવણી કરવાની શરુ કરી દીધી હતી. જોકે ઉજવણી દરમિયાન ઇંગ્લેન્ડના બે ખેલાડીઓ અધવચ્ચેથી ભાગી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

ટ્રોફી મળ્યા પછી ઇંગ્લેન્ડની ટીમે શેમ્પેઇન સેલિબ્રેશન કરી રહી હતી અને તેના છાંટા તેમની ઉપર ના પડે તે માટે મોઈન અલી અને આદિલ રાશિદ ત્યાંથી હટી ગયા હતા. જેનું કારણ તેમનો ઇસ્લામ ધર્મ માનવામાં આવે છે, જે તેની મંજૂરી આપતો નથી.

આ પણ વાંચો - ફાઇનલમાં અમ્પાયરોની ત્રણ ભૂલ, જેની ન્યૂઝીલેન્ડને ચૂકવવી પડી ભારે કિંમત!વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડને જીત માટે 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ 241 રન બનાવી શકતા મેચ ટાઇ પડી હતી. આ પછી સુપર ઓવર રમાઈ હતી અને જ્યાં પણ મુકાબલો ટાઇ પડ્યો હતો. સુપર ઓવર ટાઇ પડતા સૌથી વધારે બાઉન્ડ્રી ફટકારવાના આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
Published by: Ashish Goyal
First published: July 15, 2019, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading