મયંક અગ્રવાલ ટીમ ઈન્ડિયાની નંબર-4ની મુશ્કેલી દૂર કરશે, કરી ચૂક્યો છે આ કમાલ

ઈજાગ્રસ્ત વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર થતાં મયંક અગ્રવાલને મળી શકે છે તક

ઈજાગ્રસ્ત વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર થતાં મયંક અગ્રવાલને મળી શકે છે તક

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ઈજાના કારણે વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. હવે તેના સ્થાને મયંક અગ્રવાલ ટીમ સાથે જોડાઈ શકે છે. મયંક અગ્રવાલ જમણેરી બેટ્સમેન છે, જેણે ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું. આ મેચમાં મયંક અગ્રવાલે 76 રનની શાનદાન ઇનિંગ રમી હતી.

  ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન

  મયંક અગ્રવાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરતો રહ્યો છે. તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં મોટી પ્રતિભા તરીકે જોવામાં આવે છે. પોતાના હોમ સ્ટેટ કર્ણાટક તરફથી રમનારા મયંકે ઈન્ડિયા એ માટે પણ સતત સારી બેટિંગ કરી છે. મયંક અગ્રવાલે નવેમ્બર 2017માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી હતી. આઈપીએલમાં મયંક દિલ્હી ડેવિલ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલરો તરફથી પણ રમી ચૂક્યો છે. મયંક અગ્રવાલના નામે 75 મેચોમાં 3605 રન છે. આ મેચોમાં તેની સરેરાશ 48.71 રહી છે. મયંકનો સ્ટ્રાઇક રેટ લગભગ 100.72 છે.

  ચાર નંબરની મુશ્કેલી થશે દૂર!

  અત્યાર સુધી તમામ વર્લ્ડકપ મેચોમાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ ચાર નંબરનો કોગડો ઉકેલી નથી શકી. એક્સપર્ટ્સનું માનવું છે કે મયંક અગ્રવાલ ઓપનર બેટ્સમેન છે, એવામાં તેને ઓપનિંગ માટે મોકલીને કેએલ રાહુલને નંબર ચાર પર બેટિંગ માટે મોકલી શકાય છે.


  આઈપીએલમાં કરતો હતો ગેલ સાથે ઓપનિંગ

  27 વર્ષીય મયંક અગ્રવાલ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં રમી ચૂક્યો છે. મયંક અનેકવાર વેસ્ટ ઈન્ડિઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલની સાથે ઓપનિંગ કરી ચૂક્યો છે.

  આ પણ વાંચો, ઈજાગ્રસ્ત વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર, મયંક અગ્રવાલને તક મળવાની શક્યતા

  ડેબ્યૂ ટેસ્ટમાં બનાવ્યા સૌથી વધુ રન

  મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન કરીને પહેલા ભારતીયનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મયંકે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યુ અને 76 રન બનાવ્યા હતા.

  મયંક અગ્રવાલને મ્યૂઝિક-ડાન્સનો છે શોખ

  મયંક અભ્યાસમાં ભલે એવરેજ સ્ટુડન્ટ રહ્યો પરંતુ તેણે નાનપણથી જ ક્રિકેટથી લગાવ છે. આ ઉપરાંત મયંકને મ્યૂઝિક અને ડાન્સ પસંદ છે.

  આ પણ વાંચો, ભારતની હારથી પાકિસ્તાનીઓનું દિલ તૂટ્યું, આવી રીતે કાઢી ભડાસ!
  Published by:Mrunal Bhojak
  First published: