આ કારણે ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ છે બુમરાહ, કોઈ નથી કરી શક્યું બરાબરી

આ કારણે ડેથ ઓવરમાં સ્પેશ્યાલિસ્ટ છે બુમરાહ, કોઈ નથી કરી શક્યું બરાબરી

બુમરાહ અત્યાર સુધી વર્લ્ડ કપમાં 10 વિકેટ ઝડપી ચૂક્યો છે

 • Share this:
  વર્લ્ડનો નંબર વન બોલર જસપ્રીત બુમરાહ હાલ શાનદાર ફોર્મમાં છે. બુમરાહ અત્યાર સુધી વર્લ્ડ કપમાં 10 વિકેટ ઝડપી ચૂક્યો છે. જેમાં ત્રણ વિકેટ ડેથ ઓવર્સમાં છે. ડેથ ઓવર્સમાં બેટ્સમેનનો પ્રયત્ન વધારેમાં વધારે રન જોડવાનો હોય છે. જોકે બુમરાહ દુનિયાનો એકમાત્ર એવો બોલર છે જે દિગ્ગજ ખેલાડીને પણ આ ઓવરોમાં રન બનાવતા રોકી શકે છે.

  જો વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો તેની ઇકોનોમી રેટ 4.44ની છે. જે કોઈપણ બોલરથી ઘણી ઓછી છે. ડેથ ઓવરમાં તેની ઇકોનોમી રેટ 5.71ની રહી છે. બુમરાહને ડેથ ઓવર્સ સ્પેશ્યાલિસ્ટ એટલા માટે પણ કહેવામાં આવે છે કે આ ઓવરમાં ખાસ કરીને તેના યોર્કર ટીમ માટે જીતનું હથિયાર બની જાય છે. તેણે આ વર્લ્ડ કપમાં ડેથ ઓવરમાં 19 યોર્કર ફેક્યા છે.

  આ પણ વાંચો - મયંક અગ્રવાલ ટીમ ઈન્ડિયાની નંબર-4ની મુશ્કેલી દૂર કરશે, કરી ચૂક્યો છે આ કમાલ

  દુનિયાનો ત્રીજો ખેલાડી છે બુમરાહ

  જાન્યુઆરી 2000 પછી જોવામાં આવે તો બુમરાહ ડેથ ઓવરમાં સૌથી સારી ઇકોનોમી રેટના મામલામાં ત્રીજા નંબરે છે અને વર્તમાન ખેલાડીઓમાં તે પ્રથમ નંબરે છે. 19 વર્ષના બુમરાહ સિવાય દક્ષિણ આફ્રિકાના એન્ડ્રયુ હાલ અને ઇંગ્લેન્ડના એન્ડ્રયુ ફ્લિનટોફની ઇકોનોમી રેટ બુમરાહથી સારી રહી છે.

  સ્ટાર્ક પણ સામેલ
  ડેથ ઓવરમાં સૌથી સારી ઇકોનોમી રેટના મામલામાં બુમરાહ દુનિયાનો ત્રીજો ખેલાડી છે. આ મામલે મિચેલ સ્ટાર્ક સાતમાં નંબરે છે. ડેથ ઓવરમાં તેની ઇકોનોમી રેટ 6.10ની નજીક રહે છે. સૌથી શાનદાર ઇકોનોમી રેટની યાદીમાં ફક્ત આ બે સક્રીય બોલર છે.
  Published by:Ashish Goyal
  First published: