ભારત Vs પાકિસ્તાન મેચમાં આ હોઈ શકે છે Playing 11

શાનદાર લયમાં ટીમ ઈન્ડિયાના બોલર્સ, પાકિસ્તાન માટે હાર બની શકે છે મુસીબત

News18 Gujarati
Updated: June 16, 2019, 11:42 AM IST
ભારત Vs પાકિસ્તાન મેચમાં આ હોઈ શકે છે Playing 11
શાનદાર લયમાં ટીમ ઈન્ડિયાના બોલર્સ, પાકિસ્તાન માટે હાર બની શકે છે મુસીબત
News18 Gujarati
Updated: June 16, 2019, 11:42 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સૌથી મોટી મેચ ઈન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન આજ એટલે કે 16 જૂને મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ માટે બંને ટીમો પ્લેઇંગ ઇલેવનનું બેસ્ટ કોમ્બિનેશન બનાવવામાં લાગી છે. ધવનની ઈજા બાદ જ્યાં ટીમ ઈન્ડિયામાં ઓછામાં ઓછો ફેરફાર થવાનો છે, તો બીજી તરફ પાકિસ્તાન પણ આ મેચમાં વરસાદને જોતાં બોલર્સમાં ફેરફાર કરી શકે છે.

પાકિસ્તાન માટે હાર બની શકે છે મુસીબત

ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ મેચમાં પાકિસ્તાન જો હારી જાય છે તો તેના માટે સેમીફાઇનલની સફર મુશ્કેલ થઈ જશે. હાલ પાકિસ્તાનના 4 મેચમાં 3 પોઇન્ટ છે. તે અત્યાર સુધી એક મેચ જીત્યું છે, જ્યારે બેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

બંને ટીમોની બેટિંગ મજબૂત

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાનું બેટિંગ ઓર્ડર મજબૂત માનવામાં આવી રહ્યું છે. ટીમની પાસે 7મા નંબર સુધી બેટ્સમેન છે. જોકે, મોટી મેચ પહેલા ધવન ઇજાગ્રસ્ત થઈ જતાં ટીમ સામે સારું નથી. બીજી તરફ ઈંગ્લેન્ડની વિરુદ્ધ પાકિસ્તાનના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું. બોલિંગ કરતાં તેમની ટીમ બેટિંગ મામલે મજબૂત માનવામાં આવી રહી છે.

ટીમમાં રવિન્દ્ર જાડેજાને મળી શકે છે તક
Loading...

ધવનની ઈજા બાદ નંબર ચાર પર બેટિંગ કરી રહેલા કેએલ રાહુલ ટીમ માટે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરી શકે છે. એવામાં નંબર ચાર પર કોહલી ધોનીને પ્રમોટ કરી શકે છે. બીજી તરફ, કાર્તિક કે વિજય શંકરમાં કોઈ એકને તક મળી શકે છે. સાથોસાથ એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા ત્રણ બોલર્સની સાથે ઉતરી શકે છે અને કુલદીપ યાદવના સ્થાને આજે રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે.

પાકિસ્તાન વિરુદ્ધ રવિન્દ્ર જાડેજા કરી શકે છે કમાલ

રવિન્દ્ર જાડેજાએ પાકિસ્તાનની વિરુદ્ધ 9 મેચોમાં 10 વિકેટ લીધી છે. બીજી તરફ, ફીલ્ડિંગ કરતાં 6 કેચ પકડ્યા છે. રવિન્દ્ર જાડેજાના આવવાથી ટીમ ઈન્ડિયાની ફીલ્ડિીંગ પણ વધુ મજબૂત થઈ છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટ્સમેનો પર સરફરાજ થયો હતો ગુસ્સે

આ મોટી મેચ પહેલા સરફરાજ અહમદ કદાચ પોતાની ટીમમાં વધુ ફેરફાર નહીં કરે. જોકે, ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ મળેલી હાર પર સરફરાજ અહમદે ટીમના બેટ્સમેનોના ક્લાસ લીધા હતા.

પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
1- સરફરાજ ખાન (કેપ્ટન)
2- ફખર જહાં
3- ઈમામ ઉલ હક
4- બાબર આજમ
5- આસિફ અલી
6- મોહમ્મદ હફીજ
7- શોએબ મલિક
8- મોહમ્મદ આમિર
9- મોહમ્મદ હસનૈન
10- હસન અલી
11 - શાદાબ ખાન

શાનદાર લયમાં ટીમ ઈન્ડિયાના બોલર્સ

ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ટીમ ઘણી મજબૂત જોવા મળી રહી છે. બોલર્સમાં જ્યાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ટીમ માટે જરૂરી વિકેટ લઈ રહ્યા છે. તો બીજી તરફ સ્પિન બોલર્સ યુજવેન્દ્ર ચહલ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
1- વિરાટ કોહલી (કેપ્ટન)
2- રોહિત શર્મા (વાઇસ કેપ્ટન)
3- કેએલ રાહુલ
4- એમએસ ધોની
5- હાર્દિક પંડ્યા
6- રવિન્દ્ર જાડેજા
7- ભુવનેશ્વર કુમાર
8- જસપ્રીત બુમરાહ
9- મોહમ્મદ શમી
10 - યુજવેન્દ્ર ચહલ
11 - કેદાર જાધવ

આ પણ વાંચો, IND Vs PAK મેચ પર ખતરો : સતત વરસાદ, મેદાનમાં કીચડ
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...