માતાની શરતના કારણે બોલિંગનો 'અર્જુન' બન્યો જસપ્રીત બુમરાહ

News18 Gujarati
Updated: June 23, 2019, 3:17 PM IST
માતાની શરતના કારણે બોલિંગનો 'અર્જુન' બન્યો જસપ્રીત બુમરાહ
અમદાવાદમાં 6 ડિસેમ્બર 1993ના રોજ જન્મેલા બુમરાહની જિંદગી સરળ નહોતી.

બુમરાહે 14 વર્ષની ઉંમરમાં માતાને જણાવ્યું ક્રિકેટર બનવાનું સપનું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : શરુઆતની ઓવર્સમાં વિકેટ લેવાની ભૂમિકા તો બીજી તરફ ડેથ ઓવર્સમાં રન રોકવાનું મહારથ. કંઈક આવો જ છે જસપ્રીત બુમરાહનો પરિચય. પરંતુ થોડા જ લોકો જાણે છે કે બુમરાહે યોર્કરનો અભ્યાસ દીવાલ અને જમીનના ખૂણામાં બોલ ફેંકીને કરી. તે પણ માતાએ ઘરમાં રમવાનું ચાલુ રાખવા માટે મૂકેલી શરતનો તોડ શોધવા માટે.

અમદાવાદમાં 6 ડિસેમ્બર 1993ના રોજ જન્મેલા જસપ્રીત બુમરાહની જિંદગી સરળ નહોતી. બુમરાહ ત્યારે 7 વર્ષનો હતો જ્યારે તેના પિતા જસબીર સિંહનું હેપેટાઇટિસ-બીના કારણે મોત થઈ ગયું. દીકરી જુહિકા અને દીકરા જસપ્રીતની જવાબદારી માતા દલજીત પર આવી ગઈ, જે વ્યવસાયે ટીચર હતી.

માતાએ મૂકી દીધી એક શરત

બુમરાહ ત્યારે માત્ર 12 વર્ષનો હતો. બપોરનો સમય હતો અને માતા દલજીત ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બહાર જોરદાર તડકાના કારણે જસપ્રીત ઘરમાં દીવાલ પર બોલ ફેંકી બોલિંગ કરી રહ્યો હતો. માતાની ઊંઘમાં ખલેલ પડી રહી હતી તો ઘરમાં રમવાનું ચાલુ રાખવા માટે એક શરત મૂકી દીધ. શરત એ હતી કે જો બુમરાહ બોલિંગ કરતી વખતે બોલનો અવાજ ધીમો રાખવામાં સફળ રહે તો ઘરમાં રમી શકે છે.

આ પણ વાંચો, શમીએ હેટ્રિક લઈ ભારતને જીતાડ્યું, પણ બુમરાહ બન્યો મેન ઓફ ધ મેચ, આ છે કારણ

ત્યારે બુમરાહે વિચાર્યુ કે જ્યાં દીવાલ અને ફ્લોર મળે છે, તે ભાગ પર બોલ ટકરાવવાથી અવાજ ખુબ ઓછો થાય છે. બસ પછી શું હતું. બુમરાહે તે ભાગ પર બોલ ફેંકવાનું શરૂ કરી દીધું અને આ રીતે યોર્કર બોલનો અભ્યાસ પણ શરૂ થઈ ગયો. માતા દલજીત ખુશ હતી કે હવે તે આરામથી ઊંઘી શકશે અને દીકરો જસપ્રીત એટલા માટે ખુશ હતો કે હવે તે ઘરમાં રમવાનું ચાલુ રાખી શકશે.
જસપ્રીત બુમરાહ


14 વર્ષની ઉંમરમાં માતાને જણાવ્યું સપનું

બે વર્ષ સુધી માત્ર મનોરંજન માટે ક્રિકેટ રમતો બુમરાહ 14 વર્ષની ઉંમરે એક દિવસે માતાની પાસે આવ્યો અને કહ્યુ- હું ક્રિકેટર બનવા માંગું છું. માતા આશ્ચર્યમાં મૂકાઈ. ઘણું સમજાવ્યું કે બધા ક્રિકેટ રમી રહ્યા છે, તે સરળ નથી. બુમરાહે કહ્યુ- મારી પર વિશ્વાસ રાખો. માતા ના ન પાડી શકી. અંતે તો તેઓ એક ટીચર તરીકે સ્કૂલમાં પણ પોતાના સ્ટુડન્ટ્સને એવું તો કહેતી હતી કે દરેક બાળકનું એક સપનું હોય છે અને આપણે તેને પૂરું કરવા એક તક આપવી જોઈએ. ત્યારાદ બુમરાહની મહેનત જોઈ માતા દલજીત પણ હેરાન રહી ગઈ. બુમરાહ વહેલી પરોઢે પ્રેક્ટિસ માટે જતો રહેતો, પછી સ્કૂલ પહોંચતો અને ત્યારબાદ તે પ્રેક્ટિસ કરતો.

આ પણ વાંચો, ધોનીએ છેલ્લી ઓવર્સમાં સંભાળી લીધી હતી કેપ્ટન્સી, ભારતને અપાવી જીત

ટૂંક સમયમાં તેને ગુજરાત ક્રિકેટ સંઘ દ્વારા આયોજિત સમર કેમ્પમાં પસંદ કરવામાં આવ્યો. ત્યારબાદ તે એમઆરએફ પેસ ફાઉન્ડેશન સાથે પણ જોડાયો. થોડા સમય બાદ જ બુમરાહ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના ઝોનલ કેમ્પ માટે પસંદ થયો. અહીંથી તેના માટે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો દરવાજો ખુલ્યો અને પછી બુમરાહનું નામ તમામના મોંઢે ચડી ગયું.
First published: June 23, 2019, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading