આઈસીસીએ (ICC New Calendar) તાજેતરમાં જ નવા કેલેન્ડરની જાહેરાત કરી છે. આ કેલેન્ડર મુજબ આઈસીસીએ મોટો નિર્ણય કર્યો છે. આ કેલેન્ડર મુજબ હવે ચાર નવી ટીમને ક્વોલિફાયરને (14 Teams to play in ICC World cup 2024) આધાર પર ટૂર્નામેન્ટમાં એન્ટ્રી આપી છે. વર્ષ 2023-24મા યોજાનારા વર્લ્ડકપમાં 10ના બદલે 13 ટીમ રમશે જ્યારે આગામી વર્ષ 2027ના વર્લ્ડકપમાં 14 ટીમ ટકરાશે. આઈસીસીએ નાના દેશોને ક્રિકેટમાં જોડવાનો નિર્ણય કર્યો છે.
આઈસીસીએ વર્લ્ડકપ 2027 માટે નવી ટીમોને મંજૂરી આપી છે. વર્ષ 2023-24ના વર્લ્ડકપમાં આઈસીસીએ 13 ટીમોને સુપલીગી શરૂઆત કરી છે. આમાં 12 કમ્પલીટ મેમ્બર અને આ ઉપરાંત નેધરલેન્ડનો સમાવેશ કરવામાં આવશે. દરેક ટીમે 8 સિરીઝ રમાવની છે. આ સિરીઝમાં 4 ઘરમાં અને 4 વિદેશમાં.
2027ના વર્લ્ડકપ નામિબિયા, ઝીમ્બાબવે અને સાઉથ આફ્રિકામાં યોજાશે
વર્ષ 2027ના સંયુક્ત વર્લ્ડકપ માટે નામિબિયા અને ઝીમ્બાબવેને જવાબદારી આપવામાં આવી છે જ્યારે 2024ના વર્લ્ડકપની સંયુક્ત જવાબ વેસ્ટન્ડિઝ અને અમેરિકાને સોંપવામાં આવી છે. આમ અમેરિકામાં પહેલીવાર વર્લ્ડકપનું આયોજન થવા માટે જઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા એવો દેશ છે કે જ્યાં ક્રિકેટ સૌથી ઓછું રમાય છે. રાષ્ટ્રીય ટીમ માંડ માંડ તૈયાર થઈ રહી છે તેવામાં કોમર્શિયલ એન્ગલ અને ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2024ના વેસ્ટઇન્ડિઝ વર્લ્ડકપનું સંયુક્ત યજમાનપદ અમેરિકાને પણ આપવામાં આવ્યું છે.
નવા વર્લ્ડકપમાં નામિબિયા ઉપરાંત USAની ટીમ પણ ક્વોલિફાય કરી શકે છે. યુએસએમાં ક્રિકેટની કોઈ લોકપ્રિયતા નથી ત્યારે આ દેશોમાં ક્રિકેટના માધ્યમથી લોકોને જોડી અને આઈસીસી ક્રિકેટના સીમાડા વધારવાનો પ્રયાસ કરશે. અમેરિકામાં આવક અને દર્શકોની ગણતરીઓ વિશાળ સમૂહ છે જેને ક્રિકેટ સાથે જોડી શકાય તેમ છે તેથી આ સ્થિતિમાં અમેરિકા એક શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઈ શકે છે.
કેલેન્ડરમાં ભારત શ્રીલંકા-બાંગ્લાદેશની સંયુક્ત સ્પર્ધાઓ :આ કેલેન્ડર મુજબ વર્ષ 2028નો ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં થશે જ્યારે વર્ષ 2029ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે. વર્ષ 2030ના ટી-20 વર્લ્ડરકપની જવાબ ઇન્ગલેન્ડ અને સ્કોટલેન્ડને આપવામાં આવી છે જ્યારે વર્ષ 2031નો વર્લ્ડકપ ભારત અને બાંગ્લાદેશમાં યોજાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર