Home /News /sport /Women's World Cup 2022 Live Streaming: વુમન્સ ક્રિકેટ વર્લ્ડકપ, જાણો ક્યારે અને ક્યાં નિહાળશો ભારતીય ટીમની મેચનું લાઇવ પ્રસારણ અને સ્ટ્રીમીંગ
Women's World Cup 2022 Live Streaming: વુમન્સ ક્રિકેટ વર્લ્ડકપ, જાણો ક્યારે અને ક્યાં નિહાળશો ભારતીય ટીમની મેચનું લાઇવ પ્રસારણ અને સ્ટ્રીમીંગ
Women's World cup : આઈસીસી વુમન્સ વર્લ્ડકપમાં ભારતીય ટીમની મેચ અહીંયા નિહાળી શકાશે લાઇવ જાણો મહિલા વિશ્વ કપની માહિતી
Women's World Cup 2022 Live Streaming: ન્યૂઝીલેન્ડમાં આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે. આ વર્લ્ડકપમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતવાના ઈરાદા સાથે ઉતરી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મેચો દર્શકો લાઇવ પ્રસારણ અને લાઇવ સ્ટ્રિમીંગ દ્વારા નિહાળી શકશે.
Women's World Cup 2022 Live Telecast, Streaming: આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022)નો આજે શુક્રવારથી ન્યૂઝીલેન્ડમાં પ્રારંભ થઈ રહ્યો છે. વર્લ્ડકપની પ્રથમ મેચ યજમાન ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ, વિન્ડિઝ, પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ભાગ લેશે.
2019ના વર્લ્ડકપની જેમ આ વખતે પણ રાઉન્ડ રોબિન લીગના આધારે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ ટીમો એક વખત આમને-સામને ટકરાશે અને તેમાંથી ટોચની ચાર ટીમો સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય થશે.
તારીખ 28મી માર્ચે ક્રાઈસ્ટચર્ચમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે લીગની છેલ્લી મેચ રમાશે. આ વર્લ્ડકપની બંને સેમિ ફાઈનલ અનુક્રમે 30 અને 31 માર્ચે રમાશે. જ્યારે ફાઈનલ 3 માર્ચે ક્રાઈસ્ટક્રીમાં રમાશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામેની મેચથી વર્લ્ડકપમાં અભિયાનની શરૂઆત કરશે. આ મેચ 6 માર્ચે ભારતીય સમય પ્રમાણે સવારે 6:30 વાગ્યે રમાશે. ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકો સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર આ T-20 વર્લ્ડ કપની મેચોનો આનંદ માણી શકે છે. તેમજ આ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની હોટ સ્ટાર પર જોઇ શકાશે.
આ 6 સ્થળોએ મેચ રમાશે
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેચો ઓકલેન્ડ, ક્રાઈસ્ટચર્ચ, ડુનેડીન, હેમિલ્ટન, માઉન્ટ મોનમાનુગાઈ અને વેલિંગ્ટન જેવા 6 સ્થળોએ રમાડવામાં આવશે. વર્લ્ડ કપની સેમિ ફાઈનલ મેચો વેલિંગ્ટન અને ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ સાથે વેલિંગ્ટનમાં ફાઇનલ મેચ પણ રમાડવામાં આવશે.
T20 વર્લ્ડ કપની ફાઈનલમાં વિજેતા બનનારી ટીમને આશરે રુપિયા 10 કરોડ ઇનામ તરીકે મળશે. આ ઈનામી રકમ 2017માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ કરતાં બમણી છે. વર્લ્ડ કપ માટે ઈનામી રકમમાં 75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રનર અપને 4.50 કરોડ રૂપિયા મળશે, જ્યારે સેમિ ફાઈનલમાં હારનારી બંને ટીમોને રુપિયા 2.25-2.25 કરોડ મળશે અને અન્ય ચાર ટીમોને રુ. 18.76 લાખ આપવામાં આવશે.
અહીં નોંધનીય છે કે, વર્લ્ડકપ પહેલા રમાયેલી વોર્મ અપ મેચોમાં ભારતીય ટીમે જીત મેળવીને વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપ્યો હતો. આઈસીસીની છેલ્લી બે મોટી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વર્ષ 2017માં ભારતીય ટીમ 50 ઓવરના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે અને T-20 વર્લ્ડ કપમાં 2020માં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર