Home /News /sport /

Women’s ODI World Cup 2022 : ફરી એકવાર ટકરાશે ભારત અને પાકિસ્તાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Women’s ODI World Cup 2022 : ફરી એકવાર ટકરાશે ભારત અને પાકિસ્તાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ICC women's World cup 2022 Schedule IND vs Pak : આઈસીસી વિમેન્સ વર્લ્ડકપમાં ભારતનો પહેલો મુકાબલો થશે પાકિસ્તાન સાથે જાણો વર્લ્ડકપનું સંપૂર્ણ શિડ્યુલ

ICC Women's World Cup 2022 : :  ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (The International Cricket Council ICC) દ્વારા બુધવારે 2022 મહિલા ODI વર્લ્ડ કપ (Women’s ODI World Cup) માટે શેડ્યૂલની જાહેરાત કરી છે.

    Women’s ODI World Cup 2022 :  ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (The International Cricket Council ICC) દ્વારા બુધવારે 2022 મહિલા ODI વર્લ્ડ કપ (Women’s ODI World Cup) માટે શેડ્યૂલની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે હાલ કરવામાં આવેલી આ જાહેરાતમાં ઘણી મોટી રાઈવલરી જોવા મળી રહી છે. જ્યારે ટૂર્નામેન્ટ 4 માર્ચે તૌરંગામાં બે ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના મેચની સાથે શરૂ થશે.

    5 માર્ચે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ઈંગ્લેન્ડ તેમના મોટા પ્રતિસ્પર્ધી ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જ્યારે બીજા દિવસે તૌરંગામાં ભારત તેની (Women’s ODI World Cup 2022  IND vs PAK) પ્રથમ મેચ પાકિસ્તાન વિરુધ્ધ રમશે.

    31 મેચો રમાશે

    આ ટુર્નામેન્ટ કુલ 31 દિવસ ચાલશે, જેમાં ODI વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા વિવિધ ટીમો દ્વારા કુલ 31 મેચો રમાશે. ઓકલેન્ડ, ક્રાઈસ્ટચર્ચ, ડ્યુનેડિન, હેમિલ્ટન, તૌરાંગા અને વેલિંગ્ટન વગેરે શહેરોમાં તમામ મેચનું આયોજન કરવામાં આવશે.

    ICC મહિલા ચેમ્પિયનિરપ

    ICC મહિલા ચેમ્પિયનશિપ 2017-20માં પોતાની પોઝિશનને કારણે ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતની ટીમ પહેલેથી જ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, તો આ તરફ ન્યૂઝીલેન્ડને હોસ્ટ તરીકે ક્વોલિફાય કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો :  Virat Kohli Press Conference: વિરાટ કોહલીએ જણાવ્યું, કેવી રીતે આંચકી લેવામાં આવી ODI કેપ્ટનશીપ

    ક્વોલિફાયર્સને રદ કરવામાં આવ્યા 

    અન્ય બાકી રહેતા સ્લોટનો નિર્ણય મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર 2021 (Women’s World Cup qualifiers 2021) દ્વારા કરવામાં આવનાર હતો, જો કે હાલ કોવિડ-19ને કારણે ક્વોલિફાયર્સને રદ કરવામાં આવી છે. હાલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે તેમની ODI રેન્કિંગના આધારે પોતાનું સ્થાન નક્કી કરશે.

    રાઉન્ડ રોબિન લીગ ફોર્મટ

    આ વખતે વિમેન્સ ODI વર્લ્ડ કપ રાઉન્ડ-રોબિન લીગ ફોર્મેટ (a round-robin league format)માં રમવામાં આવશે. આ અંતર્ગત તમામ ટીમો એકબીજા સામે એકવાર ટકરાશે અને ટેબલની ટોપ ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

    ભારતની મેચનું ટાઇમ ટેબલ































    06 માર્ચભારત vs પાકિસ્તાન
    10 માર્ચન્યૂઝીલેન્ડ vs ભારત
    12 માર્ચભારત vs વેસ્ટઇન્ડિઝ
    16 માર્ચઈન્ગલેન્ડ vs ભારત
    19 માર્ચભારત Vs ઓસ્ટ્રેલિયા
    22 માર્ચભારત vs બાંગ્લાદેશ
    27 માર્ચભારત vs સાઉથ આફ્રિકા



    30મી માર્ચે પ્રથમ સેમિફાઇનલ 

    વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં 30 માર્ચે પ્રથમ સેમિફાઇનલનું આયોજન કરવામાં આવશે, જ્યારે બીજી સેમિફાઇનલ આગામી દિવસે ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમવામાં આવશે. જમાવી દઈએ કે આ જ સ્થળે 3 એપ્રિલના રોજ ફાઇનલ પણ યોજાશે.

    આ પણ વાંચો : IND vs SA: રોહિત શર્માના બદલે ટેસ્ટ ટીમમાં પસંદ થયો છે આ ગુજરાતી ખેલાડી, 3 દિવસ પહેલાં જ સાઉથ આફ્રિકાથી આવ્યો હતો પરત

    કોવિડના કારણે અટકી ગઈ હતી ટુર્નામેન્ટ

    જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટનું આયોજન ગત વર્ષે એટલે કે 2021માં થવાનુ હતું પરંતુ કોવિડને કારણે ICCએ તેને સ્થગિત કરી દીધી હતી અને હવે આ વર્ષે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, ICC women's World cup 2022

    આગામી સમાચાર