Home /News /sport /ICCએ 2022ની બેસ્ટ મહિલા T20 ટીમ કરી જાહેર, સ્મૃતિ મંધાના સહિત 4 ભારતીય ક્રિકેટરોએ બાજી મારી

ICCએ 2022ની બેસ્ટ મહિલા T20 ટીમ કરી જાહેર, સ્મૃતિ મંધાના સહિત 4 ભારતીય ક્રિકેટરોએ બાજી મારી

સ્મૃતિ મંધાના

ICC WOMEN T20 TEAM OF THE YEAR માં સ્મૃતિ મંધાના સહિત ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ દીપ્તિ શર્મા, રિચા ઘોષ અને રેણુકા સિંહને ICC ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું છે.

    ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ICC મહિલા T20I ટીમ ઓફ ધ યર 2022 (ICC Women’s T20I Team of the Year 2022)ની જાહેરાત કરી છે. તેમાં ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની 4 ખેલાડીઓ સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રિચા ઘોષ અને રેણુકા સિંહને સ્થાન મળ્યું છે.

    ભારતની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ઓસ્ટ્રેલિયાની સ્ટાર બેથ મૂનીને ICC મહિલા T20I ટીમ ઓફ ધ યર 2022માં ઓપનર ગણાવાયા હતા. મંધાનાએ વર્ષ દરમિયાન T20માં અવિશ્વસનીય પ્રદર્શન કર્યું હતું, તેણે 33.00ની એવરેજ અને 133.48ની સ્ટ્રાઇક રેટ સાથે 594 રન ફટકાર્યા હતા. 2022ના વર્ષે મંધાનાની 21 ઇનિંગ્સમાં પાંચ અડધી સદી સામેલ છે. આ ઉપરાંત તેણે વર્ષ દરમિયાન ભારત માટે નિર્ણાયક મેચ-વિનિંગ ઈનિંગો રમી હતી અને 2022માં મહિલા T20Iમાં ચોથા-સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકેનું બહુમાન પણ મેળવ્યું હતુ.

    બીજી તરફ મૂનીએ વર્ષ દરમિયાન રમાયેલી 14 T20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં 4 અડધી સદી સહિત 56.12ની અદભૂત એવરેજ અને 134.43ના સ્ટ્રાઈક રેટથી 449 રન બનાવ્યા હતા. તે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા તરફથી 61 રન સાથે ટોપ સ્કોરર હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    સોફી ડિવાઈનને ICCની આ ટીમમાં કેપ્ટન

    ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈનને ICCની આ ટીમમાં કેપ્ટન તરીકે સિલેક્ટ કરવામાં આવી હતી. તેણીએ શાનદાર ઓલરાઉન્ડર પરફોર્મન્સ બતાવીને 13 વિકેટ ઝડપી, 389 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી તેણી સૌથી વધુ રન બનાવનાર અને બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની હતી. કોમનવેલ્થ ગેમ્સમાં મૂની બાદ બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી.

    ICCની ટીમ ઓફ ધ યરમાં નંબર 4 અને 5 ઓસ્ટ્રેલિયાના ખેલાડી એશ ગાર્ડનર અને તાહિલા મેકગ્રા હતા. ગાર્ડનરે 2022માં 152.11ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટ અને 72ની અદભૂત એવરેજથી 216 રન બનાવ્યા હતા. તેણી 2019ની એલિસા હીલી અને 2018ના રશેલ હેન્સ પછી મહિલા T20માં 50+ એવરેજ અને 150+ સ્ટ્રાઈક રેટ સાથે ફોર્મેટમાં કેલેન્ડર વર્ષમાં 200થી વધુ રન બનાવનાર ત્રીજી ખેલાડી હતી. પાકિસ્તાન તરફથી નિદા ડારે 18.33ની એવરેજ અને 5.50ની ઇકોનોમી સાથે 15 વિકેટ મેળવી ICCની ટીમમાં સ્થાન મેળવ્યું છે.

    ભારતના લોઅર ઓર્ડરનું ICC ટીમમાં પ્રભુત્વ :

    ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ દીપ્તિ શર્મા, રિચા ઘોષ અને રેણુકા સિંહને ICC ટીમમાં સ્થાન મળ્યું છે. દીપ્તિ શર્મા 2022માં 29 વિકેટો સાથે ત્રીજી સૌથી હાઈએસ્ટ વિકેટ ટેકર હતી. તેણીએ 37ની એવરેજ અને 136.02ની સ્ટ્રાઈક રેટથી 370 રન પણ બનાવ્યા હતા. બાંગ્લાદેશમાં આયોજિત મહિલા એશિયા કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ જીત્યો હતો.

    આ પણ વાંચો: ICC Men's T20I Team: ICCએ જાહેર કરી ટીમ ઓફ ધ યર, વિશ્વના 11 શ્રેષ્ઠ ખેલાડીઓમાં સૂર્યા સહિત ભારતનાં 3 ક્રિકેટરો

    વિકેટકીપર-બેટર રિચા ઘોષે ભારતમાં 18 મેચમાં 150થી વધુના સ્ટ્રાઈક રેટથી 259 રન બનાવ્યા હતા. ઉપરાંત રેણુકા સિંહે 23.95ની એવરેજ અને 6.50ના ઈકોનોમી રેટથી 22 વિકેટો ઝડપી હતી. સિંહ ICC વિમેન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ માટે નોમિનીમાંની એક હતી.

    ટીમમાં બાકીના બે ખેલાડીઓ ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને શ્રીલંકાના ઈનોકા રણવીરા હતા. સોફી એક્લેસ્ટોને 17 ટી20માં 19 વિકેટો અને ઈનોકા રણવીરાએ 19 ટી20માં 27 વિકેટ લીધી હતી.

    " isDesktop="true" id="1325416" >

    ICC મહિલા T20I ટીમ ઑફ ધ યર 2022:

    સ્મ્રિતિ મંધાના, બેથ મૂની, સોફી ડેવાઇન (કેપ્ટન), એશ ગાર્ડનર, તાહલિયા મેકગ્રાથ, નિદા ડાર, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), સોફી એક્લેસ્ટોન, ઇનોકા રાણાવીરા, રેણુકા સિંહ
    Published by:Mayur Solanki
    First published:

    Tags: ICC women's World cup 2022, Women Cricketers, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन