સિડની : ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપની (ICC Women's T20 World Cup 2020) અંતિમ ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા પછી ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. આઈસીસી ટી-20 વર્લ્ડ કપનો સેમિ ફાઇનલ મુકાબલો પાંચ માર્ચે રમાશે. પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિ ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England Semi-Final) વચ્ચે સેમિ ફાઇનલ મેચ સિડનીમાં ગુરુવારે રમાશે. ગુરુવારની મેચમાં જો વરસાદ પડે અને મેચ ધોવાઇ જાય તો ભારતીય ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. કારણ કે ભારત ગ્રૂપ મેચમાં પોતાની બધી મેચોમાં વિજય મેળવી ટોચના સ્થાને રહી છે. વરસાદના કારણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મેચ ધોવાઇ જશે તો ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે. આવા સંજોગોમાં ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
આ પણ વાંચો - આવો છે IPLનો કાર્યક્રમ, જાણો ક્યારે છે તમારી ફેવરિટ ટીમની મેચ
ગુરુવારે સિડનીમાં ભારે વરસાદની આગાહી છે. મોસમ વેબસાઇટ્સના મતે સિડનીમાં 5 માર્ચે 100 ટકા વરસાદ થશે. આ વરસાદ સવારે 9 કલાકે શરુ થશે અને રાત્રે 11 વાગ્યા સુધી મોસમ આવું જ યથાવત્ રહેશે. આ સમાચાર ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા માટે સારા છે પણ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગી શકે છે.
ગ્રૂપ સ્ટેજમાં સારું રમવાનો ફાયદો
સેમિ ફાઇનલના દિવસ મોસમ ખરાબ છે અને વરસાદ થશે તો ટીમ ઇન્ડિયાને ફાયદો થવાનો છે. આ ફાયદાનું કારણ ગ્રૂપ સ્ટેજમાં સારું પ્રદર્શન છે. ભારતે ગ્રૂપ સ્ટેજમાં પોતાની ચારેય મેચમાં વિજય મેળવ્યો છે.
Published by:News18 Gujarati
First published:March 03, 2020, 17:22 pm