મહિલા વર્લ્ડ ટી-20: સુકાની હરમનપ્રીતનો દાવ પડ્યો ઉલટો, આ ભૂલ પડી ભારે

News18 Gujarati
Updated: November 23, 2018, 3:05 PM IST
મહિલા વર્લ્ડ ટી-20: સુકાની હરમનપ્રીતનો દાવ પડ્યો ઉલટો, આ ભૂલ પડી ભારે
ટી-20 વિમેન્સ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજયના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાથી બહાર ફેંકાઈ ગઈ

ટી-20 વિમેન્સ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજયના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાથી બહાર ફેંકાઈ ગઈ

  • Share this:
ટી-20 વિમેન્સ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજયના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાથી બહાર ફેંકાઈ ગઈ છે. સેમિ ફાઇનલમાં ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરનો એક નિર્ણય ટીમને ભારે પડ્યો હતો. શાનદાર ફોર્મમાં હોવા છતા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં મિતાલી રાજને બહાર કરવામાં આવી હતી. જે પરાજયનું કારણ બન્યું હતું.

મિતાલી રાજે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન અને આયરલેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આમ છતા તેને બહાર કરતા સુકાની હરમનપ્રીત કૌરની ટિકા થઈ રહી છે. જોકે હમમનપ્રીતને આ બાબતે કોઈ અફસોસ નથી. ટોસ સમયે હરમનપ્રીતે કહ્યું હતું કે આ મિતાલીના પસંદગીની વાત નથી. વિજયી સંયોજન જાળવી રાખવાનું છે. મિતાલીને બહાર રાખવાનો નિર્ણય ટીમના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને તેનો કોઈ અફસોસ નથી.

હરમનપ્રીતે કહ્યું હતું કે આ અમારી માટી શીખામણ છે કારણ કે અમારી ટીમ યુવા છે. ઘણી વખથ વિકેટ પ્રમાણે પોતાની રમત બદલાવી પડે છે. અમે જે નિર્ણય કર્યો તે ટીમના હિતમાં હતો. ઘણી વખત આ યોગ્ય રહેશે અને ઘણી વખત નથી રહેતો. અમારી ટીમે ટૂર્નામેન્ટમાં જે રીતની બેટિંગ કરી છે તેની ઉપર મને ગર્વ છે.

આ પણ વાંચો - મહિલા વર્લ્ડ ટી-20: ભારત ફાઇનલની રેસમાંથી બહાર, ઇંગ્લેન્ડનો વિજય

ઇંગ્લેન્ડ સામે સેમિ ફાઇનલમાં ભારતીય ટીમે સારી શરુઆત પછી અંતિમ 8 વિકેટ ફક્ત 24 રનમાં ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 17.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

હરમનપ્રીતની ઇલેવન સામે ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની નાસિર હુસૈન અને સંજય માંજરેકરે પણ સવાલ ઉઠાવ્યા હતા.
First published: November 23, 2018, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading