BCCIનો મોટો નિર્ણય : અઝહરના પૈસા રોક્યા, ધોનીના શહેરમાંથી ટેસ્ટ મેચ બીજે ખસેડી

News18 Gujarati
Updated: August 8, 2019, 3:45 PM IST
BCCIનો મોટો નિર્ણય : અઝહરના પૈસા રોક્યા, ધોનીના શહેરમાંથી ટેસ્ટ મેચ બીજે ખસેડી
પ્રતિકાત્મક તસવીર

શશાંક મનોહરના વડપણ વાળી આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં યોજાનાર તમામ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં કર છૂટની માંગણી કરી હતી. 2016માં યોજાયેલા ટી 20 વિશ્વ કપમાં પણ કર છૂટની રાહ જોવામાં આવી રહી છે.

  • Share this:
ભારતમાં યોજાતી ટૂર્નામેન્ટ દરમિયાન કર રાહતના મામલાને લઈને ચાલી રહેલા વિવાદમાં આઇસીસીએ (ICC) ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક કમાણીની રકમમાં કાપ મૂકવાની ધમકી આપી છે. જે બાદમાં બીસીસીઆઈ આઈસીસી સામે પગલાં લેવા માટે બ્રિટિશ પેઢીની સલાહ લઈ શકે છે. જ્યારે બીસીસીઆઈએ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનની બાકીની રકમ રોકી દીધી છે. જ્યારે ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનાર બીજી ટેસ્ટ મેચને રાંચીથી પુણે ખસેડી દીધી છે.

શશાંક મનોહરના વડપણ વાળી આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં યોજાનાર તમામ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં કર છૂટની માંગણી કરી હતી. 2016માં યોજાયેલા ટી 20 વિશ્વ કપમાં પણ કર છૂટની રાહ જોવામાં આવી રહી છે.

છ જુલાઈના રોજ કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશન(CoA) ની યોજાયેલી બેઠક પ્રમાણે આઈસીસી 2006 વિશ્વ કપના ટેક્સ ભારને તેની વાર્ષિક કમાણીમાંથી ભારતના હિસ્સામાં કાપ મૂકીને ઓછો કરવા માંગે છે. બીસીસીઆઈની કાનૂની ટીમે સીઓએને જણાવ્યું કે આ પહેલા આ પ્રકારની ટૂર્નામેન્ટમાં કર રાહત મળતી આવી છે.



BCCIના પૈસા કાપવા માંગે છે ICC

બીસીસીઆઈની વેબસાઇટ પર બેઠક અંગે મૂકવામાં આવેલા વિવરણ પ્રમાણે આઈસીસી બીસીસીઆઈની વાર્ષિક આવકમાં કાપ મૂકવા માંગે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "2016ના વિશ્વ કપના સંદર્ભમાં ટેક્સ અધિકારીઓએ સૂચના આપી હતી કે મીડિયા અધિકાર કરાર પ્રમાણે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા આઈસીસીને આપવામાં આવતી રાશિમાંથી 10 ટકા રકમ રોકી દેવામાં આવે. સીઓએને જણાવવામાં આવ્યું કે આઈસીસી આ રકમની પૂર્તિ તેના દ્વારા બીસીસીઆઈને આપવામાં આવતી રકમમાં કાપ મૂકીને કરવા માંગે છે."

અઝરુદ્દીનના પૈસા રોકાયા

સીઓએએ બીસીસીઆઈની કાનૂની ટીમને ઇંગ્લેન્ડની કાનૂની પેઢીની મદદ લેવાનું કહ્યું છે, કારણ કે બીસીસીઆઈ અને આઈસીસી વચ્ચે ટી 20 વિશ્વ કપમાં યજમાની સંદર્ભમાં જે કરાર થયો હતો તે ઇંગ્લેન્ડના કાયદા પ્રમાણે થયો હતો. એક અન્ય નિર્ણયમાં બીસીસીઆઈએ ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનની બાકીની રકમ રોકી દીધી છે.

જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10થી 14 ઓક્ટોબરના રોજ યોજનાર બીજી ટેસ્ટ મેચ રાંચીના બદલે પુણેમાં યોજાશે. રાંચીમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ 19થી 23 ઓક્ટોબર રોજ યોજાશે. ઝારખંડ પ્રદેશ ક્રિકેટ સંઘે દુર્ગા પૂજાને કારણે બીજી ટેસ્ટ મેચની યજમાની કરવા માટે અસમર્થતા બતાવી હતી.
First published: August 8, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading