કોરોના વાયરસના કારણે નહીં યોજાય ટી-20 વર્લ્ડ કપ! 29 માર્ચે થશે મોટો નિર્ણય

News18 Gujarati
Updated: March 24, 2020, 5:18 PM IST
કોરોના વાયરસના કારણે નહીં યોજાય ટી-20 વર્લ્ડ કપ! 29 માર્ચે થશે મોટો નિર્ણય
કોરોના વાયરસના કારણે નહીં યોજાય ટી-20 વર્લ્ડ કપ! 29 માર્ચે થશે મોટો નિર્ણય

ટી-20 વર્લ્ડ કપની સાતમી સિઝનની શરુઆત 18 ઓક્ટોબરે થવાની છે. જોકે કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે તેના આયોજન પર સંકટના વાદળો છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસે (Coronavirus)દુનિયાભરના 16 હજારથી વધારે જીવ લીધા છે. વિશ્વના લગભગ 4 લાખ લોકો તેનાથી સંક્રમિત થયા છે. આ મહામારીના કારણે દુનિયાભરમાં હાલ યોજાનાર સ્પોર્ટ્સ આયોજનોને રદ કે સ્થગિત કરી દીધી છે. હવે તેની અસર ઓક્ટોબર-નવેમ્બરમાં યોજોનાર ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ઉપર પણ પડતી જોવા મળી રહી છે. આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું આયોજન આ વખતે ઓસ્ટ્રેલિયામાં (Australia)થવાનું છે.

ટી-20 વર્લ્ડ કપની સાતમી સિઝનની શરુઆત 18 ઓક્ટોબરે થવાની છે. જોકે કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે તેના આયોજન પર સંકટના વાદળો છે. આમ એટલા માટે કારણ કે ઓસ્ટ્રેલિયા એ દેશ છે જ્યાં કોરોનાનો કહેર વધારે છે. ઓસ્ટ્રેલિયામાં 2 હજારથી વધારે લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે.

આ જ કારણે આઈસીસીએ (ICC) હવે ટી-20 વર્લ્ડ કપના (T20 World Cup)આયોજનને લઈને સમીક્ષા કરવાનું કામ શરુ કરી દીધું છે. જે અંતર્ગત આઈસીસી આગામી ટૂર્નામેન્ટના આયોજન પર 29 માર્ચે નિર્ણય કરશે. આઈસીસી અધિકારી આ મામલાને લઈને અલગ-અલગ દેશોના બોર્ડ સાથે ટેલિકોન્ફરન્સ કરશે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ ટેલિફોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે. બીસીસીઆઈ સચિવ જય શાહ આઈસીસી ચીફ એક્ઝિક્યુટિવ સમિતિના સભ્ય છે પણ ચર્ચા એવી પણ છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પોતે આ બેઠકમાં સામેલ થઈ શકે છે.

કોરોના વાયરસની વધી રહેલી અસર જોતા ઓસ્ટ્રેલિયાએ પોતાની સરહદ સીલ કરી દીધી છે. માનવામાં આવે છે કે આ લોકડાઉન આગામી છ મહિના સુધી વધારવામાં આવી શકે છે. જો આમ થશે તો પછી વર્લ્ડ કપના આયોજન પર ખતરો ઉભો થઈ શકે છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે આઈસીસી આ મામલામાં બધા 18 સદસ્ય બોર્ડ સાથે શરુઆતી ચર્ચા કરશે.

આઈસીસી ટી-20 વર્લ્ડ કપને આગામી વર્ષ સુધી સ્થગિત કરવામાં આવે તો આગામી વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપ સાથે ટકરાશે. આવું થવાનું કારણ એ છે કે આઠમો વર્લ્ડ કપ 2021માં ભારતમાં પ્રસ્તાવિત છે.
First published: March 24, 2020, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading