Home /News /sport /RUSHABH PANT : ઋષભ પંતે બેડમાં પડ્યા પડ્યા મેળવી સિદ્ધિ! ICC ની ટીમમાં એકમાત્ર ભારતીય, વિરાટ રોહિત કોઈ નહીં
RUSHABH PANT : ઋષભ પંતે બેડમાં પડ્યા પડ્યા મેળવી સિદ્ધિ! ICC ની ટીમમાં એકમાત્ર ભારતીય, વિરાટ રોહિત કોઈ નહીં
Rishabh Pant ICC
ICC Test team of the Year 2022: ક્રિકેટની આંતરરાષ્ટ્રીય સમિતિ આઇસીસી દ્વારા 2022 વર્ષ માટે ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં એકમાત્ર ભારતીય ખેલાડી RISHABH PANT ને જ સ્થાન મળી શક્યું છે.
Rishabh Pant ICC Test Team : ICC એ મંગળવારે વર્ષ 2022 માટે પોતાની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અને ભારત તરફથી માત્ર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને સ્થાન મળ્યું છે. પંત આવો એક જ ભારતીય ક્રિકેટર છે જેને આ ટીમમાં સ્થાન મળી શક્યું છે. રિષભ પંતે ગત વર્ષે 12 ઈનિંગમાં 61.81ની સરેરાશ અને 90.90ની સ્ટ્રાઈક રેટથી 680 રન બનાવ્યાં હતા. તેમણે 2022માં બે સદી અને ચાર અર્ધસદી પણ ફટકારી હતી. રિષભ પંતે વર્ષ 2022માં ટેસ્ટ મેચમાં 21 છગ્ગા ફટકાર્યા તથા વિકેટકીપર તરીકે 23 કેચ કર્યા ઉપરાંત તેમણે છ સ્ટમ્પ આઉટ પણ કર્યા. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઈસીસી ટેસ્ટ ઈલેવનનો કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડના જૉની બેયરસ્ટો અને જેમ્સ એન્ડરસનને પણ આ ટીમમાં સામેલ કરાયો છે.
કાંગારૂ ટીમના ચાર ખેલાડી
ઈંગ્લેન્ડ સિવાય આઈસીસી ટેસ્ટ ઈલેવનમાં ઓસ્ટ્રેલિયાના ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કેપ્ટન પેટ કમિન્સ પણ સામેલ છે. કમિન્સ અને એન્ડરસન સિવાય અન્ય એક ફાસ્ટ બોલર દક્ષિણ આફ્રિકાના કેગિસો રબાડાને પણ ટીમમાં લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમ અને વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટ ટીમમાં સામેલ અન્ય ખેલાડી છે.
વન ડે ટીમમાં શ્રેયસ ઐયર અને સિરાજ સામેલ
આ દરમ્યાન આઈસીસીની 2022 માટે વન-ડે ટીમમાં ભારતના મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર અને યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ ઐયરે 2022માં 17 વન-ડે મેચ રમી હતી. જેમાં તેમણે 55.69ની સરેરાશથી 724 રન બનાવ્યાં હતા. તેની સ્ટ્રાઈક રેટ 91.52 રહી હતી. જેમાં એક સદી અને છ અર્ધસદી પણ ફટકારી હતી.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમને આઇસીસીની વન-ડે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે વર્ષ 2022માં 15 વન-ડે મેચમાં ભારત તરફથી સૌથી વધુ 24 વિકેટ લીધી. તેની બોલિંગ એવરેજ 23.50 રહી જ્યારે તેનો ઈકોનોમી રેટ 4.62 રહ્યો. આ દરમ્યાન તેનુ બેસ્ટ પ્રદર્શન 29 રન આપીને ત્રણ વિકેટ રહ્યું હતું.