વિરાટ કોહલીનો તાજ છીનવાયો, સ્ટિવ સ્મિથ નંબર-1 બેટ્સમેન

News18 Gujarati
Updated: September 3, 2019, 4:14 PM IST
વિરાટ કોહલીનો તાજ છીનવાયો, સ્ટિવ સ્મિથ નંબર-1 બેટ્સમેન
વિરાટ કોહલીનો તાજ છીનવાયો, સ્ટિવ સ્મિથ નંબર-1 બેટ્સમેન

વિરાટ કોહલી જમૈકા ટેસ્ટમાં શૂન્ય ઉપર આઉટ થતા ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમે આવી ગયો

  • Share this:
ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે 2-0થી વિજય મેળવી ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરી લીધી છે. જોકે આ જીત પછી વિરાટ કોહલી(Virat Kohli)નો તાજ છીનવાયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના તાજા ટેસ્ટ રેન્કિંગમાં (ICC Test Rankings) વિરાટ કોહલી હવે નંબર 1 બેટ્સમેન રહ્યો નથી. ઓસ્ટ્રેલિયાનો ખેલાડી સ્ટિવ સ્મિથ હવે નંબર 1 બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી બીજા ક્રમે આવી ગયો છે.

વિરાટની રેન્કિંગ ઘટવાનું કારણ
વિરાટ કોહલી જમૈકા ટેસ્ટમાં શૂન્ય ઉપર આઉટ થતા ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમે આવી ગયો છે. જમૈકા ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં વિરાટે અડધી સદી ફટકારતા 76 રન બનાવ્યા હતા પણ બીજી ઇનિંગ્સમાં શૂન્ય ઉપર આઉટ થયો હતો. જેના કારણે તેની રેન્કિંગ ઉપર અસર પડી છે.

આઈસીસી તાજા ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીના 903 પોઇન્ટ છે. જમૈકા ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં શૂન્ય ઉપર આઉટ થયા પછી તેને 7 અંકોનું નુકસાન થયું છે. બીજી તરફ સ્ટિવ સ્મિથ (Steve Smith)ના 904 અંક છે અને તે પ્રથમ નંબરે પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ત્રીજા અને ભારતનો ચેતેશ્વર પૂજારા ચોથા નંબરે છે.

આ પણ વાંચો - સરકારી નોકરીની પરીક્ષામાં પુછાયો ધોની ઉપર સવાલ, શું તમને ખબર છે જવાબ

વેસ્ટ ઇન્ડીઝમાં વિરાટનું પ્રદર્શન
બેટ્સમેન તરીકે વિરાટ કોહલી માટે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી ખાસ રહી ન હતી. ભારતીય કેપ્ટન આ શ્રેણીમાં બે મેચની ચાર ઇનિંગ્સમાં ફક્ત 136 રન બનાવી શક્યો હતો. તેની એવરેજ 34ની રહી હતી.

બીજી તરફ સ્મિથે એક પછી વર્ષ વાપસી કરતા પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. બર્મિંઘમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 144 અને બીજી ઇનિંગ્સમાં 142 રન બનાવ્યા હતા. આ પછી લોર્ડ્સમાં 92 રનની ઇનિંગ્સ રમી હતી. આ શાનદાર પ્રદર્શન તે નંબર વન બેટ્સમેન બન્યો છે.
First published: September 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading