આઈસીસી રેન્કિંગમાં પૂજારાની મોટી છલાંગ, પંતે ધોનીને પછાડ્યો

News18 Gujarati
Updated: January 8, 2019, 4:16 PM IST
આઈસીસી રેન્કિંગમાં પૂજારાની મોટી છલાંગ, પંતે ધોનીને પછાડ્યો
આઈસીસી રેન્કિંગમાં પૂજારાની મોટી છલાંગ, પંતે ધોનીને પછાડ્યો

પૂજારાએ ચાર મેચની શ્રેણીમાં 521 રન બનાવી ભારતની 2-1થી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

  • Share this:
ટીમ ઇન્ડિયાનો રન મશીન ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શનના દમ પર આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ત્રણ બેટ્સમેનોમાં સામેલ થયો છે. જ્યારે સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર રિષભ પંત 21 સ્થાનની છલાંગ ગાવી બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય વિકેટકિપરોના પાછલા રેકોર્ડની બરાબરી કરી છે.

પૂજારાએ ચાર મેચની શ્રેણીમાં 521 રન બનાવી ભારતની 2-1થી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સિડનીમાં અંતિમ ટેસ્ટમાં 193 રન બનાવ્યા હતા. પૂજારાના હવે 881 રેટિંગ પોઇન્ટ થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી 922 પોઇન્ટ સાથે ટોપ પર યથાવત્ છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન બીજા ક્રમાંકે છે.

આ પણ વાંચો - ‘મેરે દેશ કી ધરતી’ ગીત પર નાચ્યા ભારતીય ક્રિકેટર્સ, જુઓ વીડિયો

સિડનીમાં 159 રનની અણનમ ઇનિંગ્સ રમનાર 21 વર્ષીય પંત બેટ્સમેનોના રેન્કિંગમાં 17માં સ્થાને આવી ગયો છે. આમ તેણે ભારતીય વિકેટકિપરોની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં ફારુખ એન્જીનિયરના પાછલા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. એન્જીનિયર જાન્યુઆરી 1973માં 17માં નંબરે હતા.

પંતના 673 રેટિંગ પોઇન્ટ છે, જે કોઈપણ ભારતીય વિકેટકિપરના સર્વાધિક પોઇન્ટ છે. રેટિંગ પોઇન્ટમાં તેના પછી મહેન્દ્રસિંહ ધોની (662 પોઇન્ટ)નો નંબર આવે છે. એન્જીનિયરના સર્વાધિક પોઇન્ટ 619 રહ્યા છે. પંત ફક્ત નવ ટેસ્ટ માં જ ટોપ-20 બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો છે.

બોલિંગ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા પાંચમાં અને અશ્વિન નવમાં ક્રમાંકે છે. જસપ્રીત બુમરાહ 16માં અને મોહમ્મદ શમી 22માં સ્થાને છે.
First published: January 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading