ICC Test Ranking: આઈસીસી (ICC) દ્વારા નવું ટેસ્ટ રેન્કિંગ (Test Ranking) જાહેર કરવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં ભારતના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને કાનપુર ટેસ્ટમાં આરામ લેવાનું કોઈ નુકસાન થયું નથી. આ સાથે જ ટી-20 કેપ્ટન રોહિત શર્માને પણ કોઈ નુકસાન થયું નથી. રોહિત શર્મા 5માં ક્રમે અને વિરાટ કોહલી 6 નંબરે યથાવત છે. જ્યારે સ્પિનર અશ્વિન પણ પોતાના સ્થાન પર યથાવત છે. અશ્વિનનું આ રેન્કિંગમાં બીજુ સ્થાન છે. જોકે, ફઆસ્ટ બૉલર જસપ્રિત બુમરાહને એક નંબરનું નુકસાન થયું છે.
જસપ્રિત બુમરાહ પાછલા ટેસ્ટ રેન્કિંગમાં 9માં નંબરે હતો જે આ વખતે 10માં નંબરે આવી ગયો છે. ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર શ્રેયસ ઐયરને પણ આવતા વેંત જ ટેસ્ટ રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. પ્રથમ મેચમાં સદી અને ફિફ્ટી મારનાર શ્રેયસ 75માં નંબરે પહોંચ્યો છે. ભારત માટે તેને સારા પ્રદર્શનનો ફાયદો થયો છે
ટોપ ગેઇનર્સ
ટેસ્ટ રેન્કિંગમાં ભારત માટે રવિન્દ્ર જાડેજાને બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ સામે લીધેલી વિકેટનો ફાયદો મળ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં તેણે ચાર વિકેટ લેતા તે 19માં નંબરે આવી ગયો ચે. જ્યારે ઓલરાઉન્ડરની કેટેગરીમાં જાડેજા અને અશ્વિન બંમને ટોપ-5માં છે. અશ્વિન 5માં નંબરે અને જાડેજા 2 નંબર પર છે.
હાલમાં જ થયેલી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ પછી પાકિસ્તાનના ઝડપી બોલર શાહિન આફ્રિદીને ફાયદો થતો જોવા મળ્યો છે. શાહિન આફ્રિદી આ ટેસ્ટ બાદ ટોપ-5માં પહોંચ્યો છે. શાહિને પહેલી ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી જ્યારે તેના લીધે શાહિનને 3 ડગલા આગળનો નંબર મળ્યો છે.
Afridi, Jamieson, Latham and Karunaratne on the charge 👊
ઉલ્લેખનીય છે કે આ રેન્કિંગમાં બોલરની યાદીની ચર્ચા કરવામાં આવે તો પહેલાં નંબર પર ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ છે. બીજા નંબરે રવિચંદ્રન અશ્વિન, ત્રીજા નંબર ટીમ સાઉથી, ચોથી નંબર જોશ હેઝલવૂડ, પાંચમાં નંબર શાહિન આફ્રિદી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર