વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં નીચે સરકી ગયો છે. રોહિત શર્માને પણ નુકસાન થયું છે. (AP)
ICC Test Rankings: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં નીચે આવી ગયો છે. આ સાથે જ રોહિત શર્માને પણ નુકસાન થયું છે. રવિન્દ્ર જાડેજા હજુ પણ ટેસ્ટનો નંબર-1 ઓલરાઉન્ડર છે. આર અશ્વિનના રેન્કિંગમાં સુધારો થયો છે. બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં ઉસ્માન ખ્વાજાને સૌથી વધુ ફાયદો થયો છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને ICC ટેસ્ટ રેન્કિંગ (ICC Test Rankings)માં મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. તે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં દસમા સ્થાને આવી ગયો છે. તેના સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પણ 8મા સ્થાને છે. વિરાટના ખાતામાં 742 રેટિંગ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન માર્નસ લાબુશેન (Marnus Labuschagne) હજુ પણ નંબર-1 બેટ્સમેન છે. ત્યાં જ જો આપણે ટેસ્ટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરની વાત કરીએ તો ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ટોચ પર છે. ગયા અઠવાડિયે પણ તે ટેસ્ટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતો. ભારતીય ઓલરાઉન્ડર આર અશ્વિનને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજા (Usman Khawaja)એ બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં સૌથી મોટી છલાંગ લગાવી છે. ખ્વાજાને પાકિસ્તાન સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. તેણે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં 165થી વધુની સરેરાશથી 496 રન બનાવ્યા હતા. તેણે શ્રેણીમાં 97, 160, 44*, 91 અને 104* રનની ઇનિંગ્સ રમી હતી. તેની છેલ્લી બે ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયાએ લાહોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 115 રનથી હરાવ્યું હતું.
આ પહેલા તેણે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણીની સિડની ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. આ કારણોસર તે હવે ડેવિડ વોર્નર, ઋષભ પંત, વિરાટ કોહલી, ટ્રેવિસ હેડ અને રોહિત શર્માને પાછળ છોડીને તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં 7માં સ્થાને પહોંચી ગયો છે. તેણે સીધા 6 સ્થાનની છલાંગ લગાવી છે.
ઓસ્ટ્રેલિયાના 4 ખેલાડીઓ ટેસ્ટના ટોપ-10 બેટ્સમેનોમાં સામેલ છે. માર્નસ લાબુશેન પ્રથમ અને સ્ટીવ સ્મિથ બીજા ક્રમે છે. ત્યાં જ ખ્વાજા 7માં અને હેડ 9માં સ્થાને છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન ત્રીજા અને ઈંગ્લેન્ડનો જો રૂટ ચોથા ક્રમે છે. બાબર આઝમ પાંચમા અને દિમુથ કરુણારત્ને છઠ્ઠા સ્થાને છે. બોલરોની રેન્કિંગમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ હજુ પણ વિશ્વનો નંબર 1 બોલર છે. ત્યાં જ અશ્વિન બીજા અને કાગિસો રબાડા ત્રીજા સ્થાને છે. જસપ્રીત બુમરાહ પણ ચોથા સ્થાને યથાવત છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર