ICC T20 Ranking: કોહલી 5માં સ્થાને યથાવત, રાહુલને થયો ફાયદો, મલાન ટોપ પર

ICC T20 Ranking:ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (virat Kohli)આઈસીસી ટી-20 રેન્કિંગમાં પાંચમાં સ્થાને યથાવત છે જ્યારે વન-ડેમાં બીજા સ્થાન પર છે. ટી-20માં ટોપ પર ડેવિડ મલાન અને વન-ડેમાં બાબર આઝમ ટોપ પર યથાવત છે.

ICC T20 Ranking:ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (virat Kohli)આઈસીસી ટી-20 રેન્કિંગમાં પાંચમાં સ્થાને યથાવત છે જ્યારે વન-ડેમાં બીજા સ્થાન પર છે. ટી-20માં ટોપ પર ડેવિડ મલાન અને વન-ડેમાં બાબર આઝમ ટોપ પર યથાવત છે.

  • Share this:
    નવી દિલ્લી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (virat Kohli) હાલના આઈસીસી ટી-20 રેન્કિંગમાં (ICC T20 Ranking)માં તેના પાંચમાં સ્થાન પર યથાવત રહ્યો છે. જ્યારે વિકેટકિપર બેટ્સમેન કેએલ રાહુલને એક સ્થાનનો ફાયદો થયો છે. અને તે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. કોહલી 786 અંક સાથે પાંચમાં સ્થાને અને ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન (888 અંક) જ્યારે ઓસ્ટ્રેલિયાનો વન-ડે અને ટી-20નો કેપ્ટન એરોન ફિન્ચ (830અંક) ત્યાર બાદ પાકિસ્તાન કેપ્ટન બાબર આજમ (828અંક) અને ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે (774અંક)થી પાછળ છે.

    રાહુલ 743 અંકની સાથે છઠ્ઠા સ્થાન પર છે. અને ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મેક્સવેલ સાતમાં સ્થાન પર પહોંચી ગયો છે. રાહુલ અને કોહલી ટોપ 10માં સ્થાન મેળવનાર બે ભારતીય બેટ્સમેન છે. કોઈ પણ અન્ય ભારતીય ખેલાડી ટી-20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સ્થાન મેળવી શક્યા છે. વનડેમાં કોહલી અને રોહિત શર્મા ટોપ પાંચમાં છે.

    આ પણ વાંચો: એક સમયે ગાંગુલી સાથે રમનારો બોલર અત્યારે ચા વેચવા મજબૂર, જાણો તેનું દુ:ખદ સત્ય

    ટોચના 10માં સ્થાન મેળવનારા ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પણ છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરોની યાદીમાં નવમા ક્રમે છે. શ્રીલંકા સામેની ત્રણ મેચની આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ શ્રેણીમાં શાનદાર પ્રદર્શનના પગલે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ત્રીજી ક્રમાંકિત જગ્યા પર હતો. ઇંગ્લેન્ડના અન્ય ફાસ્ટ બોલરો ડેવિડ વિલે અને ટોમ કારેનને પણ નવીનતમ રેન્કિંગ અપડેટમાં ફાયદો થયો છે. વિલી 13 સ્થાનનો ફાયદો થયો જેથી 37માં અને કારેન 20 સ્થાનનો ઉછાળો મેળવી 68માં સ્થાને છે.

    આ પણ વાંચો: HBD MS Dhoni: કૅપ્ટન કૂલની 5 યાદગાર બેટિંગ પરફોર્મન્સ જેનાથી બાજી પલટાઈ ગઈ હતી

    વનડે રેન્કિંગમાં શિખર ધવન ભારત માટે 18 માં ક્રમે છે, લોકેશ રાહુલ 27માં અને હાર્દિક પંડ્યા 42માં નંબર પર છે. બોલિંગ વિશે વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર 13માં અને યુઝવેન્દ્ર ચહલ 24માં સ્થાને છે.
    Published by:kuldipsinh barot
    First published: